________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
છે, પ્રતાપસિંહૈં પછી હાલ ત્યાં દોલતસિંહું શઢાડ રાજા રાજ્ય કરે છે. ત્યાં એક માઢુ જૈન દેરાસર છે બીજું નાનુ છે, એક ઉપાશ્રય છે. વિજાપુરની અગ્નિ ખુણમાં છ ગાઉ પ્રાંતિજ ગામ છે તે અંગ્રેજ સર્ફારના તાખે છે. ત્યાં એક ધર્મનાથનુ જૈન દેરાસર છે. સંધપુર પાસે સાબરમતી અને હાથમતીના સંગમ થાય છે. સાબરમતી નદીના કાંઠે કાટ ગામ પાસે સાઇજીંગખડીનું એક કારખાનું નીકળ્યું હતું. સાબરમતીમાં બારેમાસ પાણી વહે છે. વિજાપુર પાસે પિલવાઇ ગામ છે, ત્યાંના રજપુતાએ વિ. સ. ૧૯૫૪ માં ગાયકવાડ સરકાર સામે ખંડ કર્યું " હતુ, તેમની સામે લડવા માટે ગાયકવાડ સરકારે ફ્રીજ માકલી હતી અને પિલવાઇ ગામ કુટી માન્યું હતુ. પાછું તે ત્યાંજ નવુ વસ્યું છે.
પ્રાંતિજ, ખડાયત અને મહુડી સંબંધી વિશેષ હકીકત.
પ્રાંતિજપર પૂર્વે ગુજરાતના ચાવડા રાજાઓએ રાજ્ય કર્યું. હતું. પશ્ચાત્ સેલંકી રાજાઓએ પ્રાંતિજપર તથા દેહગામપર રાજ્ય કર્યુ હતુ. સાલકી રાજાઓ પછીથી વાઘેલા રાજાઓએ પ્રાંતિજ પર રાજ્ય કર્યુ હતુ. વાઘેલા રાજા કરણઘેલાને દિલ્હીના સુલ્તાન અલ્લાઉદૃીનના સેનાપતિએ હરાવ્યેા અને ગુજરાતનુ રાજ્ય વિ. સ. ૧૩૫૬-૫૭ ની લગભગમાં દિલ્લીના બાદશાહ અલ્લાઉદ્નીનના તામામાં ગયું. પાછળથી અમદાવાદના પ્રથમ સુલ્તાન અહમદશાહના તામામાં ગયુ' એટલે અમદાવાદના તામે પ્રાંતિજ ગયુ, પેશ્વાએ પશ્ચાત્ પ્રાંતિજપર પેાતાની ઘેાડી સત્તા બેસાડી, પશ્ચાત્ ઇ. સ. ઓગણીશમી સદીમાં બ્રિટીશ સરકારના તાખામાં અમદાવાદની સાથે પ્રાંતિજ ગયું. હાલ બ્રિટીશ સરકારના તામામાં છે. પ્રાંતિજમાં છ હજાર મનુષ્યાની સંખ્યા છે. વિજાપુર જેવડું પ્રાંતિજ છે. પ્રાંતિજથી આથમણીદિશાએ પહેલાં હાથમતી નદી વહેતી હતી. અમદાવાદના સુલ્તાન અહમદશાહે હાથમતીને સંઘપુર પાસે સાબરમતીમાં વાળી દીધી, ત્યારથી હાથમતી તે તરફ વહેવા લાગી છે. હાલમાં પચીશન પૂર્વે અહમદનગરથી હાથમતીની
3
For Private And Personal Use Only