________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત છે કે ભૈરવની સ્થાપના ત્યાં રાખતાં પાસે દેરી કરી તેમાં કરવી જોઈએ. આગલેડ, ઇલેડ વગેરે લિલ ઠાકરે વસાવેલાં ગામો છે. ઈ. સ. ૧૯૨૧ માં માણિભદ્ર તીર્થનું વર્ણન નામનું પુસ્તક બહાર પડયું છે, તેમાં આગલોડને પહેલાં અગસ્થિપુર કહેતા હતા તથા અગસ્થિષિએ માણિભદ્રવીરને આરાધી પ્રગટ કર્યા. ઈત્યાદિ કેટલીક બાબતે જૂઠી અને ઈતિહાસ પ્રમાણ વિનાની છે. અગસ્થિપુરનું અપભ્રંશ નામ આગેલેડ થઈ તું જ નથી. તેમજ અગસ્થિ મુનિએ તે ગામ વસાચું નથી, પણ જેના અંતે હલ આવે છે એવાં આગલોડ, ઈલોડ, આજેલ વિગેરે ભિલા ઠાકરનાં વસાવેલાં ગામે છે. અગસ્થિષિએ માણિભદ્રને આ રાધ્યા એવું કોઈ પ્રમાણુ પુરાણમાં તથા કઈ સંસ્કૃત પ્રાચીન ગ્રન્થમાં નથી તેથી એવી પુરાવા વિનાની જોડી કાઢેલી વાતને એતિહાસિક સાક્ષરે માની શકતા નથી. આગલોડમાં શ્રી દેલસરૂચિ યતિ છે તે દેરાસરની તથા માણિભદ્રના દેરાની સારી સંભાળ રાખે છે અને તેમણે શ્રાવકને દેવદ્રવ્યમાંથી મુક્ત કર્યા છે, તેથી શ્રાવકે સુખી થયા છે. વિજાપુરી, યતિ શ્રી અમૃતવિજયજી વૃદ્ધ થયા ત્યાં સુધી આગ લોડ માણિભદ્રવીરના દર્શનાથે વિજાપુરથી દર રવિવારે જતા હતા. વિજાપુરથી ઉત્તરદિશાએ ત્રણ ગાઉ ઉપર લાડેલ ગામ છે, તેને સંસ્કૃત ગ્રન્થમાં લાટાપલી કહેવામાં આવે છે. લાટા ભિલે વસાવેલી પલ્લી હતી તેથી લાટાપલી નામ પડયું છે.
વિ. સં. ૧૯૫૭માં લાડેલમાં એક ઘર પાસે ખોદતાં અઢાર જૈન પ્રતિમાઓ નીકળી હતી, તેમાં એક શ્રી ભદ્રબાહુની મૂર્તિ હતી. લાડેલ એક હજાર વર્ષ ઉપરનું જૂનું ગણાય છે. ત્યાં એક મોટું જૈન દેરાસર છે, લાડોલમાં લાયબ્રેરી છે, જેનેના ચાલીશ ઘર છે, તેની ઉત્તરદિશાએ ત્રણ ગાઉ ઉપર સરદારપુર ગામ છે. સરદારપુર, અહ, જઝલ, પેઢામલી વગેરેમાં જૈન દેરાસર તથા ઉપાશ્રય છે. બામણવા ગામ જૂનું ગણાય છે. આગલેડથી પૂર્વ દિશાએ ત્રણ ગાઉપર ઇલેડ છે. ત્યાં બે જૈન દેરાસર છે ત્યાંથી ત્રણ ગાઉપર ઉગ. મણ દિશાએ અહમદનગર છે તે અમદાવાદ વસાવનાર અહમદશાહ બાદશાહે વસાવ્યું હતું, ત્યાં હાલ ઈડરના રઠોડ રાજાની રાજધાની
For Private And Personal Use Only