________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તે ત્યાં રાજ્ય કરવા લાગ્યા. હાલમાં માણસામાં રાઓલ શ્રી તણ સિંહ દરબાર રાજ્ય કરે છે. વરસડાના ચાવડા ઠાકોર શ્રી સૂર્યમલ સં.૧૯૭૫માં મરણ પામ્યા; હાલ તેમના કુંવર છે. ગુજરાતમાં વનરાજ ચાવડાના વંશમાં રાજા ઠાકર તરીકે વરસોડા અને માણસા સ્ટેટના રાળ છે. ગુજરાતમાં વાઘેલાના વંશમાં પેથાપુર લીબેદરા તેમજ ઇડર રાજયનું અઢાદરપોશીના અને રેલ તથા સાણંદના ઠાકરે છે. વિજાપુરથી આથમણી દિશાએ આજેલ ગામ છે, તેમાં પહેલાં ચાવડા રજપુતેનું જોર હતું. ત્યાં પ્રાચીન જૈન મંદિર હતું તે તૂટી ગયું છે. હાલમાં આ સૈકામાં નવું જૈન દેરાસર થયું છે આજેલ તથા દેલવાડામાંથી ચોમાસામાં ગહીયાં નામનું નાણું નીકળે છે. પહેલાં ખડાયતમાં પ્રાચીન ક્ષાત્રવંશી રાજાઓનું રાજ્ય થયું હતું. વેડા તથા પીલવાઈ વગેરે ગામે પ્રાચીન છે, રીદરોલ ગામ ત્રણસેવર્ષ પહેલાં વસ્યું છે. કુકરવાડા ગામ જૂનું છે. હેમચંદ્રાચાર્યે પાટણમાં અને કુકરવાડામાં પર્યુષણમાં એકવખતે વ્યાખ્યાન કર્યું હતું એવી કિંવદન્તી છે. ચરાડા ગામ જૂનું છે. વિજાપુરથી આથમણી દિશાએ પીલવાઈ, ગવાડા, કેલવાડા ગેરીતા, સમે, પામોલ, મેઉ, ડાભલા, વસાઈ, ગેઝારીયા, લાંઘણજ, બીલેદરા વગેરે ગામે છે. તે દરેક ગામમાં જૈન મંદિર તથા ઉપાશ્રયો છે. સમૈ, વસાઈ અને ડાભલા એ ત્રણ ગામ હજાર વર્ષ જેટલાં પ્રાચીન છે. કુકરવાડા પણ હજાર વર્ષ પૂર્વનું છે. વસઈ તથા ડાભલા ગામમાં પ્રાચીન જૈન દેરાસર હતું. મુસભાન બાદશાહોએ તેડયું હતું. તેના ખંડેરમાંથી એક મૂર્તિ નીકળી હતી. તે કાઉસગ્ગીયાની મૂર્તિ, વિજાપુરની કચેરીમાં મૂકી હતી. તેને વિજાપુરના સંઘે વિ. સં. ૧૯૭૯માં અમારા ઉપદેશથી અરજી કરી કજામાં લીધી છે. ડાભલા માંથી વિ. સં. ૧૯૫૪ની સાલમાં શ્રી મહાવીર પ્રભુની સંપ્રતિ રાજાના વખતની જુની પ્રતિમા નીકળી હતી, તેને ત્યાં દેરાસરમાં અમારા ઉપદેશથી પ્રતિષ્ઠા કરી પધરાવી છે. વિજાપુરથી ચારગાઉ ઉપર બિલોદરા ગામ છે તે રજપુતેએ વસાવ્યું હતું. સાબરનદીના બને કાંઠા પર પૂર્વ ભિલ ઠાકોનું રાજ્ય હતું, તેઓને રજપુએ દબાવીને ત્યાં તેઓએ રાજ્ય કરવા માંડયું. વિજાપુરની બાથમણી દિશાએ મેસાણ તાલુકો છે. ત્યાં જૈન મહાજનનું ઘણું
For Private And Personal Use Only