________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૧૭૧ માં જૂની મહુડીમાં ઠેઠ, નદી પાસે આવવાથી તા કેતાં પડી જવાથી જૂની મહુડીથી આથમણી દિશાએ બે ચાર ખેતર દુર નવું મહુડી ગામ વસ્યું. નવી મહુડીને મya નામ અમોએ આપ્યું છે. અમે ત્યાં ઉપદેશ આપીને શ્રી પદ્મપ્રભુનું નવું દેરાસર બંધાવ્યું છે. તેમાં જૂની મહુડીના દેરાસરમાંથી શ્રી પાપ્રભુની પ્રતિમા લાવી પધરાવી છે વિ. સં. ૧૯૭૫ માં દેરાસરની પાસે શ્રી ઘંટાકર્ણવીરની દેરી બંધાવીને તેમાં ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૦ માં અમેએ કરી છે. પદ્મપ્રભુના દેરાસરમાં શ્રીમદ્દ રવિસાગર ગુરૂની અને શ્રી સુખસાગર ગુરૂની મૂર્તિની પ્રતિષ્ઠા અમોએ કરી છે, અને ત્યાં સ્થાપી છે. શ્રી પદ્મપ્રભુના દેરાસરની ત્રણ ખેતર પાછળ વૈદિક હિંદુઓના કેટેશ્વરનું નવું દેરાસર તૈયાર થયું છે. વિજાપુરથી અઢી ગાઉપર અગ્નિખુણમાં નવું સંઘપુર વિ. સં. ૧૯૩૫ લગભગમાં વસ્યું છે, તેમાં અમારા ઉપદેશથી જૈન દેરાસર તૈયાર થયું છે. વિ. સં. ૧૯૭૫ માં તેની પ્રતિષ્ઠા અમોએ કરી છે. વિ. સં. ૧૯૭૫ માં મહુડીમાં શ્રી પદ્મપ્રભુની અમે એ પ્રતિષ્ઠા કરી છે. વિજાપુરથી દક્ષિણ દિશાએ રણાસણ અને પુંધરા ગામ છે તે એમાં એકેક જૈન દેરાસર છે. લેદરા ગામ પાંચસે વર્ષનું જૂનું ગામ છે, તેમાં એક જૈન દેરાસર છે. લેદરાથી બે ગાઉ ઉપર વરસેડા ગામ છે, તે છાઁ સાતમેં વર્ષનું જૂનું ગામ છે. (મેસાણાને મહેસાજી ચાવડાએ વિ. સં. બારમા તેરમા સૈકામાં વસાવ્યું છે. ત્યાંથી એક ભાઈ અંબોડ ગયા, એક ભાઈ વરસોડા આવ્યા તથા એક ભાઈ અંબાસણ આવ્યા.) વરસડામાં ચાવડાનું રાજ્ય છે. અબડભાયાતેમાં વહેંચાઈ ગયું તેથી તેનું રાજ નથી. અંબાસણના ચાવડા ભાયાત ત્યાંથી નીકળીને માણસામાં આવ્યા. માણસા ગામ વસ્યું તે પહેલાં ત્યાં વાવ હતી. ત્યાં પહેલા વાઘરીયે વસ્યા હતા. વિ. સં. તેરમા સૈકામાં માણસા વસ્યું. તેમાં એક નાનું જૈન દેરાસર હતું, તે મુસ તમાન બાદશાહ મહમદબેગડાએ તેડયું. વિ. ૧૭૯૮માં માણસાને અમદાવાદના બાદશાહે કૂટી બાન્યું હતું. પન્નાર અને સેળમા સૈકાના મધ્યમાં ત્યાં અંબાસણની ગાદીવાળા ચાવડા, ઠાકોર આવ્યા
For Private And Personal Use Only