________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપશ્ચર્યા અનેક અભિગ્રહપૂર્વક કરી, તેથી તેમને ચિત્તોડના રાજાએ તપ એવું બિરૂદ આપ્યું. જગચંદ્રસૂરિએ વિજાપુરમાં કિયેદ્ધાર કર્યો અને ચિત્તોડમાં તેમને તપાબિરૂદ મળ્યું અને મેવાડના આઘાટપુરમાં દિગંબર બત્રીશ આચાર્યોને વાદમાં છત્યા અને હીરાની પેઠે અભેદ રહ્યા તેથી ત્યાંના રાજાએ હીરલા એવું બિરૂર આપ્યું. આવા મહાન આચાર્ય વિજાપુરમાં કિદ્ધાર કર્યો તેથી વિજાપુરના જૈન સંઘને સ્વનગર માટે ઘણે હર્ષ થાય, તેમજ સમગ્ર વિજાપુરના લેકને પોતાના નગર માટે હર્ષ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રી વીરપ્રભુની ૪૪ ચોમાલીશમી પાટે જગચંદ્રસૂરિ થયા.
વિ. સં. ૧૨૫ માં વિજાપુરમાં અજિતપ્રભ ગણિ વિદ્યમાન હતા, તેમણે “ધર્મરત્ન શ્રાવકાચાર” નામને ગ્રન્થ રચે છે એમ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસમાં પં. હીરાલાલ હંસરાજે લખ્યું છે.
વિજાપુર તાલુકામાં લગભગ દરેક ગામે ગાયકવાડ સરકારની નિશાળો છે. લાડેલ, ખરેડ, વસાઈ, પીલવાઈ, ચરાડા તથા ગેઝારીઆ વિગેરે ગામડાઓમાં સરકારી લાઈબ્રેરીઓ છે. વિજાપુરની ઉગમણી દિશાએ આશરે બે ગાઉ ઉપર સાબરમતી નદી વહે છે. આ નદીની પાસે પહેલાં જૂનું ગામ પહાડ હતું. હાલ
ત્યાં નદી વહે છે. (હાલ તે ગામ ઉજજડ છે અને ત્યાંના વતની વાણીયાઓ કે જે પાઢેચીઆ કહેવાય છે તેઓ હાલ અત્રવિજાપુરમાં રહે છે) પહાડાથી દક્ષિણ દિશાએ એક ગાઉ પર સાબરમતીના કાંઠા ઉપર ઘાંટુ ગામ હતું. તે વિક્રમ સંવત ૧૯૨૫ માં ભાંગ્યું. એની પાસે તેનાથી દક્ષિણ દિશાએ જૂનું સંઘપુર ગામ હતું તે સંવત ૧૯૨૫ ની રેલમાં તણુવાથી ભાંગી ગયું છે. ત્યાં હાલ એક ચંદ્રપ્રભુજીનું જૈન દેરાસર છે. તેની પાસે નવું સંઘપુર વસ્યું છે. સંઘપુરની પાસે જૂનું ઘસાયતા ગામ છે. તે પાંચ છ વર્ષનું જૂનું છે. વિજાપુરની આસપાસના પ્રદેશને દંડાવ્ય કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે ત્યાં સાબરમતી આસપાસના પ્રદેશમાં અને રજપુતોની ઘણું વસ્તી છે, તેઓ ગુજરાતના રાજાઓને અને બાદશાહો વગેરેને અમુક વાર્ષિક દંડ આપતા હતા પણ તે પ્રદેશનું માલિકીપણું પોતે ધરાવતા હતા. ફક્ત તેઓની સત્તા સ્વીકારતા
For Private And Personal Use Only