________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ શબ્દ ઉમેરવાની પ્રથા હાય તથા દાનપત્ર ખાસ લેખકે લખે છે તે કંઈ એક સરખી ધર્મદેવની રીતિવાળા હોતા નથી તેથી, તેમાં દેવાદિનામ ન હોવાથી તથા તેટલા સમયનાં પૂર્વ તામ્રપત્રને માટે શંકા લેવાનું સ્થાન ન હોવાથી તે તામ્રપત્રમાં દર્શાવેલા રાજાઓ લાટ દેશના રીવાજને અનુસરી તામ્રપત્ર લખવાવાળા હતા, એવા મારો મત છે. રા. રા. ગાવિંદજીભાઈ કહે છે કે, ખેડા પાસે વિજયપુર હોવું જોઈએ, પણ ખેડાની પાસે કરતાં ત્યાંથી ત્રીસ ગાઉ દૂર વિજયપુરને વિજાપુર માનતાં કંઈ ક્ષતિ આવતી નથી. ( હાલના વિઠ્યપુરને મૂકી ખેડા પાસે વિજાપુરની મિથ્યા કપના કરવી તે અયોગ્ય છે) કાર્બસ સાહેબ વગેરે સાહેબે પણ આજ વિજાપુરને વિજયપુર જણાવે છે, તેથી વિજાપુર વિક્રમ સં. આઠમા સૈકા પૂર્વનું તે આ લેખથી સિદ્ધ થાય છે. કારણકે આ લેખની પૂર્વે તે હોવું જોઈએ એટલે તે વિક્રમની સાલ પહેલાંનું હોય એમ લાગે છે.
[ફાર્બસ રાસમાળામાં વિજયપુર પ્રાચીન છે એ નીચે પ્રમાણે ઉલેખ છે.] - કર્નલ ટેડના લખવા પ્રમાણે અધ્યામાં પહેલા રાજા મનુને શ્રીરૂષભદેવને પુત્ર ભરત ઈક્ષવાકુ વંશને પહેલે રાજા થયે તેની ૫૭ સત્તાવનમી પેઢીયે રામચંદ્ર થયા. (જૈન શાસ્ત્ર પ્રમાણે અનેક પઢી પછી) રામચંદ્ર થયા. તેની પાટે ગેસ કનકસેન રાજા થયે તે કેશલનું રાજ્ય છેડી વિરાટ જઈ વ. કનકસેન પરમાર વંશના રાજા પાસેથી રાજ્ય ખુંચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી. કનકસેનને મહા મદનસેન પુત્ર થયે, તેને પુત્ર સુદંત રાજા થયે, તેને પુત્રવિજયસેન થયું. તેણે વિજયપુર (વિજાપુર), વિદ અને વલ્લભીપુર વસાવ્યાં. વિજયપુરનું વિજલદેવના પછી તેરમા સૈકામાં સંસ્કૃતમાં વિદ્યાપુર એવું નામ પડયું. ભાષામાં વિજાપુર નામ થયું. તેરમા સૈકાના મધ્યકાલ પછી જૈનાચાર્યે વિજયપુરને વિઘાપુર એવું નામ સંસ્કૃત ભાષામાં આપ્યું. કવિ દીપવિજય બહાદુર સુધર્મગરછ પટ્ટાવલીગ્રન્થમાં વિ. ૨૭ માં વિજાપુર વસ્યું એમ જે લખ્યું છે તે ચાવડા રત્નાદિત્ય રાજાના લગભગના વખતમાં વિજાપુર જી
For Private And Personal Use Only