________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાપુર, દેહગામ અને પ્રાંતિજનો પ્રદેશ આખા ભરતખંડમાં દયા, ધર્મ, વૃક્ષોભા અને રસાલ પ્રદેશથી પ્રથમ નંબરે આવે છે. આવા પ્રદેશમાં ગુરૂકુલ વગેરે વિદ્યાશ્રમે સાાં શોભી શકે તેમ છે. વિજાપુરમાં હિંદુ મુસલમાન અને કેમ સંપીને રહે છે.
વિજાપુરની પ્રાચીનતા માટે તામ્રપત્ર લેખ.
[દક્ષિણ પૂર્વ સમયને ઈતિહાસ. દાક્તર ભાંડારકરકૃત–પત્ર ૯૩]
વિક્રમાદિત્ય પહેલાના રાજ્યમાં ચાલુક્યવંશની એક શાખ દક્ષિણ ગુજરાત-લાટ દેશપર સ્થપાઈ. વિક્રમાદિત્યે તે દેશ પોતાના નાના ભાઈ પુલકેશીના પુત્ર જયસિંહવને આપે. ખેડામાં મળી આવેલું ગુજરાતના ચાલુકાનું તામ્રલેખનું દાનપત્ર કે જેનું ભાષાંતર છે. હાઉસને કર્યું છે તેમાં ત્રણ રાજાઓના નામ આવે છે. જયસિંહરાજ, બુદ્ધવર્મારાજ અને વિજયરાજ. વિદ્વાન તથા પ્રાચીન તત્વવેત્તાઓ એમ સમજે છે કે આમાંને પહેલા જયસિંહરાજ તે તથા દક્ષિણ માંના ચાલયવંશનો સ્થાપન કરનાર જયસિંહ તે એકજ છે. બીજા ધારે છે કે તે ગુજરાત વંશની ગાદી સ્થાપનાર જયસિંહવર્મા છે.
રા. રા. ગેવિંદજીભાઈ હાથીભાઈકૃત ગુજરાતના પ્રાચીન ઈતિહાસ પત્ર ૯૮ માં નીચે પ્રમાણે લખ્યું છે–ખેડામાંથી બુદ્ધવમને પુત્ર વિજયરાજનું તામ્રપત્ર મળી આવ્યું છે, તેમાં વિજયપુરથી જંબુસરના બ્રાહ્મણોને દાન આપ્યાની હકીકત છે અને તે વિજયપુરમાં (વિજાપુરમાં) તામ્રપત્ર લખી આપ્યું છે.(ગુપ્ત સં. ૩૪) ચૌલુક્ય જયસિંહવર્માને પુત્ર બુદ્ધવ અને બુદ્ધવર્માને પુત્ર વિજયરાજ એ પ્રમાણે વંશાવલિ છે. જયસિંહવર્મા પછી તેને બીજો પુત્ર ગાદીએ બેઠો. (ઈ. સ. ૭૩૧) વિજ્યરાજને સમય ઈ. સ. ૭૧૩ લગભગ આવે છે.
ડે. ભાંડારકર વિજયપુર તેજ વિજાપુર છે એમ માને છે. તે માટે વાદવિવાદ કરતા નથી. ફક્ત તે ચાલુક્ય રાજ્યવંશને છેડે રાજ શબ્દ માટે વાંધો ઉઠાવે છે. દક્ષિણની પદ્ધતિથી લાટ દેશની પદ્ધતિમાં
For Private And Personal Use Only