________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મભૂમિના માનવો, સંપી વર્તો સાર અરસ્પરસમાં આત્મતા-દેખો બની ઉદાર નયને હસી ધરી પ્યાર-પરસ્પર સાહાય કરે નિર્ધાર. જન્મ-૬ જન્મભૂમિનાં વારણ, લેવાં અસંખ્યવાર વારી જાઉં સર્વને, તુજપર વાર હજાર બુદ્ધિસાગર ઉપકાર-વદ સહુ જન્મભૂમિ જયકાર. જન્મ-૭
વિજાપુર, ભારત વર્ષના ગુજરાત પ્રાંતમાં સાબરમતીથી ઉગમણી દિશાએ દોઢ-બે ગાઉ ઉપર વિજાપુર નગર આવ્યું છે. પૂર્વે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓના તાબામાં વિજાપુર તથા વડનગર હતું. પશ્ચાત્ હુણ, ગુજ૨, ચાલુકય રાજાઓના તાબામાં આવ્યું. પશ્ચાત ચાવડા રાજાઓના તાબામાં આવ્યું. પશ્ચાત સોલંકી રાજાઓના, અને તે પછી વાઘેલા રાજાઓના તાબામાં આવ્યું. કરણઘેલા વાઘેલારાજાને હરાવીને દિલ્હીના સુલ્તાનના સેનાધિપતિ અલફખાને અલ્લાઉદ્દીન બાદશાહના તાબે કર્યું. પશ્ચાત્ ગુજરાત અમદાવાદના પ્રથમ સુલ્તાન અહમદશાના હાથમાં આવ્યું, પશ્ચિાત્ દિલ્હીના બાદશાહ અકબરની સત્તા નીચે આવ્યું. પશ્ચાત્ દિલ્હીના મેગલ બાદશાહના હાથમાંથી સરી પડયું અને વિક્રમ સં.૧૮૨૧માં મરાઠા-ગાયકવાડ રાજ્યની સત્તા નીચે આવ્યું. હાલમાં શ્રીમાન સયાજીરાવ ગાયકવાડની રાજ્યસત્તામાં છે. વિજાપુરમાં બે વખત પ્રાય: જૈન અને હિંદુ દેવળને મુસલમાનેએ ભાંગ્યા. મરાઠા ગાયકવાડના રાજ્યકાળથી હાલના વિજાપુરનાં જૈન હિંદુ દેવળ બંધાવવા લાગ્યાં છે, અને કેટલીક મજીદે તથા ઈદગા મુસલમાની રાજ્યકાળ વખતની છે, સરકારી કચેરીઓ, જૈન ઉપાશ્રયે, જેના દેવળે, હિંદુ દેવળે, એડીગ, ગુજરાતી શાળા, ઈગ્લીશ શાળા, જ્ઞાનમંદિર, અંત્યજશાળા, સાર્વજનિક લાયબ્રેરી, હિંદુ તથા જૈન પાઠશાળા, દવાખાનું, વણાટશાળા, ધર્મશાળાઓ, અને જ્ઞાતિવાડીએથી વિજાપુર પ્રગતિશીલ છે. વિજાપુર પિતાની આજુબાજુના સુંદર આમ્રાદિ વૃક્ષના બાગમાં મહેલ જેવું શોભી રહ્યું છે. વિજાપુરમાં કવિ, પંડિતે અને શરાએ વખતેવખત પ્રગટે છે. ગુજરાતમાં ચરોત્તર,
For Private And Personal Use Only