________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થાય તે આર્ય પણું જાય. હિંદને નાશ થાય તે દુનિયામાંથી અધ્યાત્મજ્ઞાનને નાશ થાય. પ્રીસ્તિ ધર્મનો નાશ થાય તે પશ. પંખી વગેરે પ્રાણુઓ બચે. કારણ કે પ્રીતિઓ એમ માને છે કે પરમેશ્વરે મનુષ્યના ખાવા માટે પશુઓ, પંખીઓ જલચરાને બનાવ્યાં છે. જે મુસલમાન ધર્મનો નાશ થાય તે દુનિયામાંથી આકીન જાય. જે હિંદુધર્મનો નાશ થાય તે બહુ દેવદેવીઓ તથા અધ્યાત્મજ્ઞાનને નાશ થાય. બાદ્ધિધર્મને નાશ થાય તે બુદ્ધિવાદને નાશ થાય. તથા જૈનધર્મ અને જેનેનો નાશ થાય તે દુનિયામાંથી સત્ય, દયાને અહિંસાને નાશ થાય. દુનિયામાં હાલ છત્રીહજાર મતપંથ છે, જેમાં શ્રીભદ્રબાહુ, હરિભદ્રસૂરિ,કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મલવાદી,સિદ્ધસેન દિવાકર, ઉપાધ્યાયજી સમંતભદ્રસૂરિ, અક લંક,નિકલંક, કુંદકુંદાચાર્ય વગેરે અનેક આચાર્યો થઈ ગયા છે. તે ઓએ સર્વવિષયના અનેક ગ્રન્થ લખ્યા છે, જેનેનાં તીર્થો સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, આબુ, રાણકપુર, સમેતશિખર, પાવપુરી, શ્રવણ બેલ્થલ, રાજહી વિગેરે અનેક છે. હિમાલયમાં પણ ન તીર્થ છે. કાબુલમાં જેને વસે છે. હિંદની ચારે દિશાએ જૈન તીર્થો છે. જેને વ્યાપારી, ધનાઢ્ય, શ્રીમંતે, ચતુર, કલાદક્ષ ગણાય છે. હાલમાં સર્વ ધર્મવાળાઓની ચળવળ દેખીને જેને પણ જાગ્રત થયા છે. જૈન કોન્ફરન્સે ભરાય છે, પણ તેમાં જેનેની સંખ્યા વૃદ્ધિ માટે તથા શ્વેતાંબરદિગંબરડેમના તીર્થના કજીયા માંહમાંહે પતાવવા તે સંબંધી કશું ખાસ જાણવા લાયક લક્ષ અપાતું નથી, તેથી તીર્થોના ઝગડામાં જેનેના લાખો રૂપૈયા ગરપાદ થાય છે. જેન ધાર્મિક જ્ઞાનની વૃદ્ધિમાં દિગંબરે જેટલું ધર્માભિમાન શ્વેતાંબરે લક્ષપૂર્વક રાખતા નથી. દરેક જેને એક વર્ષમાં બે ત્રણ તીર્થોની યાત્રા કરવી તથા દરરોજ એક જૈન પુસ્તકને કેટલાક ભાગ વાંચી જ તથા દરરોજ ગુરૂને બોધ સાંભળ. દરરોજ ગુરૂદર્શન તથા વ્યાખ્યાનને લાલ ન મળે તે વર્ષમાં ચાર પાંચ વખત જ્યાં આચાર્યો સાધુઓ હોય ત્યાં ગુરૂદર્શનાર્થે જવું અને જૈનધર્મનું વ્યાખ્યાન વગેરેથી સ્વરૂપ સમજવું. જેન ધર્મની શ્રદ્ધા ધારણ કરવી અને અન્યધમીઓના ધર્મની નિંદા ન કરવી. અન્ય હિંદુએ વગેરે ધર્મની ચઢતી કરવા
For Private And Personal Use Only