________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) પડતનથી એમ જેને માને છે. જેનેની હિંદના સર્વ દેશમાં વસતિ છે. દક્ષિણ, કર્ણાટક, તેલંગ, મધ્યપ્રાંત, બિહાર, બંગાળ, પંજાબ, સિંધ, કચ્છ, રજપુતાના, મેવાડ, મારવાડ, કાઠિયાવાડ, ગુજરાત વગેરે સર્વદેશમાં તથા બ્રહ્મદેશમાં, આફ્રિકા, ઇંગ્લાંડ, ફ્રાન્સ, અમેરિકા વગેરેમાં જેનો વસવા લાગ્યા છે. ' - શ્રી મહાવીર પ્રભુના વખતમાં તથા તે પછીથી સાતમા આઠમા શતક સુધી ચારે વણે જેનધર્મ પાળતી હતી. શંકરાચાર્ય તથા કુમારિલ ભટ્ટ વગેરેના પ્રયત્નથી તથા જનમમાં બ્રાહ્મણેની આ જીવિકા નહીં ચાલવાથી તેઓ વૈદિક પિરાણિક ધર્માવલંબી થયા તથા સત્ય ધર્માચાર વિચારોમાં જૈનધર્મ સખ્ત કડક હેવાથી કેટલાક રાજાઓને ક્ષત્રિયે આદિને પોતાની પ્રકૃતિના અનુસાર શીકાર માંસ દારૂ વગેરેમાં પરાણિક શાસ્ત્ર પસંદ પડ્યાં. તેથી તેઓ પોરાણિકહિંદુ ધર્મ તરફ રુચિવાળા થયા. તે બે કારણેથી જૈનધર્મને તથા જેનેની સંખ્યાને નુકશાન પહોંચ્યું. સનાતન વૈદિક પિરાણિક બ્રાહ્મણની આ જીવિકા ધર્મ ઉપર હોવાથી તેઓએ ચારે વર્ણના લોકોને અનેક યુક્તિથી પોતાના ધર્મમાં રાખ્યા. શીકાર કરે, માંસ ખાવું, દારૂ પાન કરવું એ તે ક્ષત્રિયનો ધર્મ છે, એમ તેઓ કહેવા લાગ્યા. તેથી રાજાઓને સ્વપ્રકૃતિ અનુસાર તે ધર્મ રૂએ; કારણકે તેમાં પોતાની મરજી અનુકૂલ ખાવાપીવાના વર્તનમાં છૂટ મળી. લડાઈ-યુદ્ધોમાં પણ તેઓને મરજી પ્રમાણે છૂટ લેવામાં વાંધો ન પડયે તથા બ્રાહ્મણ વિના ક્ષત્રિય વગેરે દેવી આગળ બકરા પાડા વગેરેને વધ કરી તે ખાઈ શકે એવી છૂટછાટથી તેઓને તેઓના સ્વભાવ પ્રમાણે તે દે, ધર્મ તથા તે ગુરૂઓ રૂસ્યા અને બ્રાહ્મણોની પણ આજીવિકા ચાલી તેથી વૈદિક પિરાણિક હિંદુ ધર્મીઓની સંખ્યા વધતી ગઈ અને જેનોની સંખ્યા ઘટતી ગઈ. જેનોમાં ત્યાગી સાધુએ ધર્મગુરૂ તરીકે પિતાની ત્યાગદશામાં મશગુલ રહ્યા. તેઓએ જેનેની સંખ્યા ઘટે છે તે તરફ બ્રાહ્મણની પેઠે કશું લક્ષ આપ્યું નહીં તથા કોમના સર્વ ત્યાગીઓએ સંઘ મેળવી જેની સંખ્યા ઘટે છે તેની વૃદ્ધિ કરવા કશા ઉપાયે લીધા નહીં. ગૃહસ્થ જેનેએ પણ સંઘ ભેગા કરી તે સંબંધી કંઈ ઉપાયે ક્યા નહીં, કારણ
For Private And Personal Use Only