________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) એ પંડિત શિવશંકર મિશ્ન લખે છે. તેમાં પત્ર ૧૨૦માં જૈનધર્મ સંબંધી વિચાર લખતાં તે સ્વધર્માભિમાન અન્ધશ્રદ્ધાથી જૈનધર્મને અન્યાય આપી શક્યા નથી–તે પણ જેને શાસ્ત્રોનું અવલેકન કર્યા સિવાય તેણે કેટલીક ગપ વાત લખી છે. તે લખે છે કે “ચા ધમે अति प्राचीन वेदकालहीमें स्थापित हुवा हो एसा प्रतीत होता है." પંડિતજીને ખબર નથી કે હાલના જે વેદ છે તે તો જૈનશાસ્ત્રની દછિએ તીર્થકર નવમા સુવિધિનાથ પછીથી રચાયા છે, તે પહેલાં ભારતચક્રવતીએ ચાર વેદે રચ્યા હતા, તેનું વર્ણન શ્રી વિજયાનંદસૂરિ કૃત તત્વ નિર્ણય પ્રાસાદમાંથી જોઈ લેવું. પંડિત શિવશંકર લખે છે કે પટના નગરમાં કેકવેંક રાજાએ દીક્ષા ગ્રહી ત્યાગી બની જૈન ધર્મ ચલાવ્ય” પરંતુ આ લખાણમાં પંડિતજીની અજ્ઞાનતા છે. કાર
કે શ્વેતાંબર શાસ્ત્રોમાં અગર દિગંબર શાસ્ત્રોમાં કેકવેકે જેનધર્મ પ્રકાશિત કર્યો એવી વાત આવતી જ નથી. શ્રી મહાવીર પ્રભુને ભક્ત શ્રાવકકેણિકરાજા થયો તે અજાતશત્રુ કહેવાય છે. તે જૈનધર્મ પાળતે હતે પણ જૈનધર્મના છેલ્લા પ્રકાશક તે શ્રી મહાવીર પ્રભુ અરિહંત દેવ હતા. તેણે લખ્યું છે કે “અરિહંતને જૈનધર્મ ચલાવ્યા” પણ તે જાણતા નથી કે અરિહંત તે કંઈ તીર્થકરનું નામ નથી, પણ અને રિહંત તે તીર્થકરનું ઉંચામાં ઉંચુ વિશેષણ છે અરિહંત વિશેષણને તેણે પુરૂષ માની જેનધર્મને પ્રકાશ તેણે કર્યો એવું લખ્યું છે તેથી તે જૈનધર્મના પ્રકાશક વીશ તીર્થકર તેજ અરિહંત વિશેષણવાળા છે એટલું પણ ન સમજી શકે. તેથી જેનધર્મનું સત્ય સ્વરૂપ જાણું શજ નહિ એમ કહેવું યથાગ્ય છે. તે લખે છે કે ઈ.સ. પૂર્વે ૧૫૭માં અરિહંત નિવાણ પામ્યા અને એના બાદ એકવીસ તીર્થકર થયા.” આ પ્રમાણે તેણે લખ્યું છે તે મિથ્યા છે. ઈ.સ. પૂર્વે ૧૫૬૭ માંઅરિહંત નામને કઈ થયું નથી. શ્રી પાર્શ્વનાથ તીર્થ કર વશમા થયા. તે તે ઈ. સ. પૂર્વે સાતસે વર્ષ પર થયા અને તે પહેલાં શ્રી નેમિનાથ તીર્થકર થયા તે તે લગભગ ચોરાશી હજાર વર્ષ ઉપર થયા તેથી શિવશંકર પંડિતે કોઈ ગ્રન્થ જોયા વિના અને સાક્ષી આપ્યા વિના આધાર યાને પ્રમાણ વિના ગપ મારી છે તે બિલકુલ અપ્રમાણિક–જાય છે. લે લખે છે કે –“શ્રી મહાવીર દેવે કારને
For Private And Personal Use Only