________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાપુર સબધી હકીકતમાં સંધપુરના શીલા લેખથી કઇક અજવાળુ ઉપર પ્રમાણે પાડયું. હવે વિજાપુરની કયા દેશમાં ગણના કરવી તેને ઉહાપાન કરવામાં આવે છે. વિજાપુર-વડનગર-પાટણ મહેસાણા વિગેરે શહેરાની પૂર્વે કયા દેશમાં ગણુના થતી હતી તેના પ્રાચીન ઐતિહાસિક પુસ્તકાથી નિ ય થઈ શકે તેમ છે. મનુસ્મૃતિમાં સરસ્વતી અને દૃઢતી એ એ નદીઓના મધ્ય પ્રદેશને ભવાન દેશ કહેવામાં આવે છે એમ જણાવ્યું છે. અંબાજી કુંભારીયાથી એક ગાઉ છેટેથી સરસ્વતી નદી નીકળે છે અને તે કચ્છના રણમાં સમાઇ જાય છે. હવે બીજી દૃષદ્વતી નદીને વિચાર કરીએ. સાબરમતી સાંબર સાવરમાંથા નીકળે છે. તેના ઉપર સદા વાદળાં રહેવાથી તેને સાભ્રમતી પણુ કથવામાં આવે છે. વલભીપુરમાં શીલાદિત્ય રાજાના સમયમાં થએલ શ્રીધનેશ્વરસૂરિ કે જેમણે શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથ રચ્યા છે તેમાં સાભ્રમતી ( સાબરમતી ) ના ઉલ્લેખ છે. મનુસ્મૃતિમાં લખેલી દષદ્મતી નદી કઇ ? તેને વિચાર કરવા ધટે છે. પત્થરા વાળી નદીને હૃતિ એવું ગુણુ નિષ્પન્ન નામ આપવામાં આવ્યું છે. મેવાડના પ તાને ભેદીને સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. મેવાડથી ઠેઠ એકલારા ગામ સુધી સાબરમતીને અવલાકવામાં આવે છે તે તેમાં મેટામેટા પત્થરા પડેલા જણાય છે સાબરમતીના પટ્ટપર અને તેમાં ધણા પત્થરો હોવાથી તેને દદૂતી કહેવામાં આવી હોય એમ જણાય છે તથા તેના પર ચામાસા શિયાળામાં ઘણા વાદળાં હાવાથી શ્રી ધનેશ્વરસૂરિએ તેને સાભ્રમતી તરીકે તે વખતની પ્રસિદ્ધિથી લખી હાય એમ જણુાય છે આણુજી પાસે ખારી કરીને એક નદી વહે છે પણ તે સામાન્ય છે. તેમાં તે પત્થરા પણ પણ નથી માટે સાભ્રમતીને દૃષદૂતી પૂર્વે મનુના સમયમાં કહેવામાં આવતી હોય એવા અનુમાન ઉપર આવીયે છીએ.
મનુસ્મૃતિ દ્વિતીયેાધ્યાય.
सरस्वतीवृषद्वत्योर्देवनद्योर्यदन्तरम् |
तं देवनिर्मितं देशं ब्रह्मावर्त प्रचक्षते ॥ तस्मिन् देशे य आचारः पारम्पर्यक्रमागतः । वर्णानां सान्तरालानां स सदाचार उच्यते ॥
સરસ્વતી અને દૃષદૂતી એ એ દેવનદીઓની વચ્ચમાં જે દેવનિર્મિત દેશ છે તેને અદાવત દેશ કહે છે. સરસ્વતી અને સાખરની વચ્ચે આવેલા દેશ હાલ જે છે તેને બ્રહ્માવત દેશ કહેવામાં આવે છે. હિંદુએ સાભર નદીને દેવનદી માને છે. કલિમાં ગંગાની પેઠે સાખરના મહિમા વધશે એમ કેટલાક વેદાન્તી બ્રાહ્મણા કહે છે, એવા નિયપર આવ્યાથી ગુજરાતને પૂર્વે બ્રહ્માવર્ત દેશ કથવામાં આવતા હતા એમ મનુસ્મૃતિના શ્લાકથી સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only