________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે નગરમાં નિવાસગ્ય ઊંચી ગૃહપંક્તિ વિદ્યમાન છે અને જ્યાં ધનવંત મનુષ્ય નિપુણ હોઈને પાત્રાપાત્રની પરીક્ષા કરી આગમશાસ કથિત ગુણવડે વિશિષ્ટ શ્રેષ્ઠ પાત્રોને દાન આપી પોતે મેળવેલી લક્ષ્મીને સદ્દવ્યય કરે છે. ૮૩
જ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જનસમુદાય હમેશાં પિતાપિતાના કાર્યમાં ઉદ્યમાન છે. તથા મત્સર રહિત અને પ્રશસ્ત ઉંચા મનવાળો છે. અને કોઈપણ મનુષ્યને આફતમાં આવેલ જેઈ, સર્વ પ્રકારેવડે ક્ષણવારમાં તેનો ઉદ્ધાર કરીનેજ સુખી થાય છે. તેથી મહાન સંપુરૂષોનું બરાબર આચરણ કરે છે. ૮૪
જ્યાં સુગંધિત પુષ્પના સમુહની અનેક પ્રકારની સુગંધદ્વારા દિશાઓ બહેકી રહે છે. તથા જ્યાં સ્વર્ગ–મૃત્યુ-પાતાળના–પ્રાણુઓની દૃષ્ટિ રૂપ કુમુદની પંક્તિને પ્રકૃધિત કરવામાં ચંદ્રમુખી દિવ્ય અંગનાઓ વસે છે. તેથી જે નગરનાં ગૃહ ખરેખર વિમાનની શોભાને ધારણ કરે છે, ૮૫
જે નગરમાં લક્ષ્મીવંત શ્રેષ્ઠીઓની હવેલીઓમાં પ્રતિદિવસ વારંવાર શરૂ કરતા પવિત્ર મહોત્સવ અને અદ્દભુત વિભ્રમોને વિષે વાગતાં માંગલિક વાજાંના શબ્દો વડે દેવકના દેવદુદુભિના નિર્દોષ ધ્વનિને સ્કૃત્તિમાં લાવવા પૂર્વક મયુને નચાવતા છતાં જગતને શબ્દસ્વરૂપી કરે છે. ૮૬
જે નગરમાં સારાં વસ્ત્ર વડે સુશોભિત થએલી અને રન–સુવર્ણાદિની રચના વડે અલંકૃત થએલી, તથા ચંદન–કપૂર-કસ્તુરી વડે હૃદયને આકર્ષિત કરનારી બજાર, વેશ્યાની જેવી શોભે છે. ૮૭
જે નગરમાં શ્રાવકને સમુદાયસ્કુરાયમાન વિધિપથમાં પ્રસ્થાન કરે છે. અને રાત્રિદિવસ સઘળા પદાર્થોને વિનશ્વર જાણે છે, તથા પારરહિત સંસારસાગરને તરી જવા ઈચ્છા ધરાવનાર હોઈ તીર્થકર–પરમાત્માના ધર્મરૂપ વહાણને આશ્રિત બના નિત્યાનંદ સ્વરૂપવાળી મુકિતરૂપી વનિતાને પ્રાપ્ત કરવા સદા ઉદ્યમ કરે છે. ૮૮
- તે નગરમાં શ્રેષ્ઠ ગુણને ધારણ કરનારા અંબડ, જેહડ, સેમદેવ, દેવધર, દેહુડ, વિગેરે શ્રાવકેનો સમુદાય વસે છે. ૮૯
જે સમ્યકત્વને ધારણ કરનાર છે. ૯૦
જેને હમેશાં ચારિત્ર લેવાની ઈચ્છા છે તથા જે વિષવૃક્ષની પેઠે કડવા ફલવાળા સંસારનો ત્યાગ કરવા ઈચ્છે છે. તથા જે મુકિતરૂપી સ્ત્રીના હૃદય ઉપર રમવાની ઈચ્છા ધરાવે છે અને સમ્યગપ્રકારે ધારેલી દેશવિરતિ જેના હાથમાં અનેક પ્રકારની આનંદ-શ્રેણને આપે છે. ૯૧
૯૦ મા ફ્લેકમાં તથા બીજા કેમાં પણ અક્ષરે બરાબર વંચાયા નહિ હોવાને લીધે તથા વંચાતા અક્ષરેથી અર્થ સંગત થતો નહિ હોવાથી ટ ભાવ દર્શાવી શકી નથી.
For Private And Personal Use Only