________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૦ )
સત્ય નથી અને સત્યની શોધ કરવામાં વિશેષ પ્રવૃત્તિ કરી, એક બ્રાહ્મણ માસ્તરે મ્હને કહ્યું હતુ કે પાટણમાં હેમચંદ્રાચાય ને અને જેનાને શ્રી શંકરાચાર્યે જલમાં ડૂબાડી દીધા તેથી ત્યાં લાખા ખાડ થઈ, એવી તેમની વાત સાંભળી મનમાં વિચાર થયા કે આખા પાટણમાં જલના દિરયા આવે અને તેમાં પાટણના સર્વ હિંદુએ ન ડૂબી જાય, અને જૈનાજ ડૂબી જાય એ સસલાના સિંગડા જેવી જૂઠી વાત છે, એવી વાતાને સત્ય બુદ્ધિથી તેાળતાં મ્હને જરાપણ સત્ય લાગ્યું નહિ. પરસ્પર ધર્મના આચાયો પોતપેાતાનું મહત્ત્વ વધારવા એવાં ગપ્પાં માર્યા કરે છે, અને એવી સ ધર્મમાં પોતપોતાની મડાઇની અને ગપ્પાંની વાતા ભરેલી હાય છે તેથી પરીક્ષકે એવી વાતા ઉપર કઇ લક્ષ આપતા નથી. તેથી એવી વાતેામાં સત્યતત્ત્વ ન માનીને ધર્મનાં તત્ત્વાના ઉડા અભ્યાસ કરવા માંડયા, એટલુ પ્રસ ગેાપાત્ત અત્ર જણાવ્યુ છે.
હિંદુ વગેરે દેશના ઇતિહાસ લખનારાઓએ ચારે તરફથી સત્ય હકીકત મેળવવા ખૂખ પ્રયત્ન કરવા જોઇએ. હાલમાં વડાદરા ગાયકવાડી ગુજરાતી શાળાઓમાં પ્રાણલાલ ટી. મુન્શીકૃત હિંદને ઇતિહાસ ચાલે છે. તેમાં પૃષ્ટ ૨૯ માં શ્રી મહાવીરદેવ સ ંબંધી ઇતિહાસ લખતાં પ્રાણલાલ, જૈન તીર્થંકરના ચરિતને અજ્ઞાનથી વા તિરસ્કારથી નીચે પ્રમાણે લખે છે.
''
આ સાધુ ઇ. સ. પૂર્વ સુમારે પ૨૮ માં થઇ ગયે. તે વખતે મગધદેશમાં ખિસાર (શ્રેણિક ) રાજા રાજ્ય કરતા હતા. જૈન સાધુ મહાવીર, ખિ'બીસારની રાણીના સગા થતા હતા, મહાવીરનુ મૂળ નામ વર્ધમાન હતું, અને તે વૈશાલીના એક અમીરનુ ખાલક હતુ. પરંતુ તેણે પેાતાના અમીરપદથી કંટાળી પાર્શ્વનાથના પંથના સાધુઓમાં પ્રવેશ કર્યો. એ પથના નિયમાથી પણ અસ તેાષ થવાથી પેાતાની ચાલીશ વર્ષની ઉમરે ધર્મ સુધારક મનીને તેણે નવા પથ કાઢ્યા અને પછી ત્રીશ વર્ષ સુધી મગધ અને દક્ષિણ વિહારના જુદા જુદા ભાગેામાં પોતાના મત પ્રવર્તાવ્યે તે પથ જૈનધર્મ ગણાય છે.
""
For Private And Personal Use Only