________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪) વૈદિક સનાતન આર્યહિંદુઓ અને આર્ય જૈન હિંદુઓ .સલ આર્ય માબાપનાં સંતાનો છે અને તેઓના ધર્મો છે તે ભારતમાં પ્રગટેલા ધમે છે એમ જૈન શાસ્ત્રોના આધારે જણાય છે. ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર દેવ સર્વજ્ઞ હતા, તેમણે અષભાદિક તીર્થ. કરનાં ચરિત્ર કહ્યા છે. તેમણે જે ઈતિહાસ કહ્યો છે તેજ કેવલજ્ઞાનથી શ્રી પાર્શ્વનાથે કર્યો છે અને તેજ શ્રી નેમિનાથે પણ કેવલજ્ઞાનથી કો છે. સર્વ તીર્થકરો કેવલજ્ઞાનીઓ હોવાથી તેઓ એક સરખું સત્ય જાણી શકે છે. જે શ્રી રાષભદેવે જાણ્યું તે બાકીના ત્રેવીશ તીર્થકરોએ જાણ્યું. જે વેવીશ તીર્થકરેએ જાણ્યું તે કેવલજ્ઞાનથી શ્રી મહાવીર દેવે જાયું, તેથી સર્વજ્ઞ મહાવીરને પ્રાચીન વેદાદિક શાસ્ત્રને આધાર લેવાની જરૂર રહેજ નહી. કારણ કે જે સર્વજ્ઞા હોય છે તેને પુસ્તકોની મદદ લેવાની જરૂર પડતી નથી. તેમણે જે તત્ત્વજ્ઞાન અને જૈન ધર્મ પ્રકાધે છે તે તેમની પૂર્વે અનંત ઉત્સપિણીઓ અને અવસર્પિણીઓમાં થએલા સર્વજ્ઞ તીર્થકરેએ પ્રકાશ્ય હતું તેથી તીર્થકરોના પ્રવાહની અપેક્ષાએ જૈનધર્મ તથા તવજ્ઞાન અનાદિ છે અને એક તીર્થકરના શાસનની અપેક્ષાએ તેનાથી તીર્થ પ્રગટે છે તે અપેક્ષાએ આાદ છે.
હિંદના રાજકીય ચળવળના નેતા લાલા લજપતરાય સ્વકૃત “ભારતકા ઇતિહાસમાં લખે છે કે જેનો માને છે કે “તેમને ધર્મ શ્રી પાર્શ્વનાથથી નીકળે અને તેમની પાછળ થનાર મહાવીરે તેમાં સુધારે વધારો કર્યો લાલા લજપતરાયને જૈનધર્મના ઈતિહાસનું સાન નથી. જેને, પાર્શ્વનાથથી જૈન ધર્મ પ્રગટયે એમ માનતા નથી. કોઈ અજ્ઞાન જૈનની સાથે તેમને વાતચિત થઈ હશે અને તે ઉપરથી તેમણે એમ લખ્યું હશે, પણ એવું તેમનું લખવું જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ છે. કારણ કે આ અવસર્પિણી કાલમાં શ્રી રાષભદેવથી જૈન ધર્મ પ્રગટયે તેને અસંખ્ય કાલ થયે. શ્રી પાર્શ્વનાથ જેવા સર્વજ્ઞ કેવલજ્ઞાની હતા તેવા ચોવીશમા તીર્થંકર મહાવીર દેવ થયા, તેથી તેમણે જૈન ધર્મમાં સુધાર કર્યો નથી પણ તેમણે કેવલજ્ઞાનથી જૈન તવને જૈનધર્મને વિશેષ પ્રકાશ કર્યો. લાલાજી કહે છે કે – જેનોથી ભારતની પડતી થઈ, પણ લાલાજીએ એ ફક્ત ઈર્ષોથી જૈનોને હલકા પાડવા લખ્યું છે. જેનાથી ભારતની ઉન્નતિ થઇ છે
For Private And Personal Use Only