________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જાતિ વગેરે પ્રાણીઓ, પૃથ્વી, સાગર, સૂર્ય, ચંદ્રને મૂલરૂપે કદિ નાશ થયે નથી, અને થવાનું નથી. પરમાત્મા છે તે રાગદ્વેષરહિત છે. રાગદ્વેષરહિત એવા પરમેશ્વરને સર્વ દુનિયાને સર્વથા નાશ કરવાની ઈચ્છા પૂર્વે થઈ નથી અને અનંતકાલ પર્યત ભવિષ્યમાં થવાની નથી. મૂલચાર વેદની કૃતિમાં જગતને મહાપ્રલય થવાની વ્યાખ્યા નથી તથા કઈ થતિમાંથી એ અર્થ નીકળતું નથી. આર્યસમાજીઓ પણ મહાપ્રલયને સ્વીકારતા નથી, કારણ કે મૂલ વેદમાં મહા પ્રલયની વ્યાખ્યા નથી. સામાન્ય જળપ્રલય વગેરે તે થયા કરે છે અને એવા પ્રલયને તે જૈનશાસ્ત્રો પણ સ્વીકારે છે. ભગવદ્દગીતાના તેરમા અધ્યાયમાં તથા ઉપનિષદમાં જગતને તથા ઈશ્વરને અનાદિ જણાવ્યું છે. જેથી કોઈ પુરૂષની અર્થાત્ ઈશ્વરની અનાદિ સિદ્ધિ થઈ તેથી મહાપ્રલય અને તેની પછી ગત્ ઉત્પત્તિ થઈ એ અર્થ નીકળી શકે નહીં. ભગવદ્ગીતાના તેરમા અધ્યા યમાં પુરૂષ અર્થાત પરમેશ્વર અને પ્રકૃતિ અર્થાત્ જગતને અનાદિ(કેઈથી ન ઉત્પન્ન થએલ) જણાવ્યું છે. પ્રીતિ પવિત્ર બાઈબલના આધારે કથે છે કે જગતને બન્યાં સાત હજાર વર્ષ થયાં છે અને ઈશ્વરે છ દિવસમાં જગત્ રયું. આવી તેમની વાર્તા હવે ભૂસ્તર શાસ્ત્રીઓને ઠંડા પ્રહરની ગપ જેવો લાગે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે પૃથ્વીનું ઉપરનું પડ બંધાતાં કરેડે વર્ષ થયાં છે તે જગતની તે વાતજ શી કહેવી ?! અલબત્ત જગત અનાદિ છે અને પૃથ્વીના પડ ઉપર પડ બંધાય છે તે ઉપર જલ ફરી વળે છે, પાછું પડ બંધાય છે. શ્રી કષભદેવજીના વખતમાં પૃથ્વીપર જે પડ હતું તેના ઉપર ઘણું પડે થયાં છે એમ અનુમાનથી કહી શકાય તેમ છે. જ્યાં જલ હતું ત્યાં પૃથ્વી થઈ છે અને જ્યાં પૃથ્વી હતી ત્યાં દરિયા થયા છે. ખાડાને ઠેકાણે ટેકરા થયા છે. અનંત ઉત્સર્પિણીઓનાં અને અનંતી અવસર્પિણીઓના અનંત આરાઓમાં આ પૃથ્વી પર અસંખ્ય જલ. પ્રલય આદિથી અસંખ્ય ફેરફારો થયા છે અને થશે, એમ જૈનશાસ્ત્રો જણાવે છે.
આર્યજેને શ્રી રાષભદેવ ભગવાનના વખતથી ભારતમાં વાસ કરતા આવ્યા છે. તે અન્ય ખંડમાંથી આવેલી પ્રજા નથી.
૨૫
For Private And Personal Use Only