________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ ) દરાની જેનકેન્ફરન્સમાં ભાષણ આપતી વખતે જણાવ્યું હતું કે “વેદ ધર્મ એટલે જૈનધર્મ પ્રાચીન છે અને જેનધર્મના બળથી વૈદિક હિંસાને નાશ થયે છે” એમ મુક્તકંઠે ભાષણ કર્યું હતું. અના દિકાળથી જૈનધર્મ જગત્માં વત્ય કરે છે. જર્મન તથા ઈટાલીયન વિદ્વાને હવે જણાવે છે કે “બુદ્ધધર્મ” થી જૈનધર્મ જુદે છે અને બુદ્ધ પૂર્વે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે પ્રસરાવ્યું હતું તેની પૂર્વે જૈનધર્મ હતે. મૂળ ચાર વેદમાંના દેવે અને પિરાણિકકાલના દેવે જુદા પડે છે. મૂલ ચારવેદની શ્રુતિજેમાં રામ કૃષ્ણ વગેરે દશ અવતારની વ્યાખ્યા નથી. અધ્યાત્મજ્ઞાન દષ્ટિએ વેદની પ્રતિમાં આવેલ નિ તે જ્ઞાન છે. જલ તે રાત્તિ છે, વાયુ તે સ્થાન છે. આત્મા તે આકાશ છે. પૃથ્વી તે લના છે. સંયમ તે યમ છે. પાંચ ઈન્દ્રિય. મન, વાણી, કાયા, બલ, વાસ, આયુષ્ય અને મન તે અગિયાર રૂદ્રો છે, વિષ્ણુ તે સૂર્ય છે અને તે આત્માના અર્થમાં વપરાયેલ છે. ઈત્યાદિ બાબતને અમે એ રાતાપનિષદુના વિવેચનમાં સ્પષ્ટ જણાવી છે. જેનસ્યાદ્વાદ દષ્ટિએ વેદના સમ્યગ અર્થ કોઈ ગીતાર્થ કરે તે તે વેદને અર્થ સ્યાદ્વાદ દષ્ટિએ ગ્રાહ્ય-માન્ય થાય ખરે. - બ્રહ્મસૂત્રમાં નૈમિન એ સૂત્રવડે વ્યાસે જૈનધર્મનું ખંડન કર્યું છે એમ રામાનુજ વગેરે આચાર્યો ટીકામાં જણાવે છે પણ તે તેઓની ભૂલ છે, કારણકે રામાનુજે એક ઈશ્વરમાં સત્ અંશરૂપ જી અને અસત્ અંશરૂપ જડપદાર્થો–ભૂતે બને સાથે રહે છે એમ સ્વીકાર્યું છે તે ઉલટે તે સૂત્રવડે તેમનાજ મતમાં વિરોધ આવે છે. તેમજ શંકરાચાર્ય પતે એક બ્રહ્મને સત્ માને છે અને તે બ્રહ્મમાંથી અસત્ માયા પ્રગટી તે બ્રહ્મમાં સત્ અસત્ બને રહેવાથી નૈમિનું સૂત્રવડે તેમની માન્યતામાં વિરોધ આવે છે. વેદાદિક મૂળ પ્રાચીન શાસ્ત્રોમાં કેઈ ઠેકાણે જૈનધર્મનું તથા જેના તનું ખંડન કરેલું જણાતું નથી. પ્રાચીન પુરાણમાં મહાભારતમાં પણ જૈનધર્મનું તથા જેનતત્ત્વજ્ઞાનનું ખંડન કરવામાં આવ્યું નથી. પાછળથી છઠ્ઠા સાતમા સૈકાથી જેનતનું ખંડન કરવાના પ્રયાસ કરેલા જોવામાં આવે છે. કેટલાંક શંકરા
For Private And Personal Use Only