________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) પણ હવે કેટલાક મુનિ, આચાર્યો તથા જૈન વર્તમાન પરિ સ્થિતિને જાણી ગયા છે. જેનશાસ્ત્રોને જૈન કેમમાં પ્રત્યેક વ્યક્તિ જાણશે ત્યારે જેનેનું બળ વધશે. જેને વર્તમાનમાં આપત્કાલીન સ્થિતિમાં છે પણ તેઓ ફક્ત ખાવું પીવું જીવવું અને કુલાચારે ધર્મની કેટલીક પ્રવૃત્તિ કરવી એટલું જ સમજી શકે છે, તેથી તેઓમાં ધર્મ ઝનૂન અને ધર્મ પ્રગતિની ચળવળ ઘણી ઓછી રહે છે. કેટલાક જેને ઈંગ્રેજી કેળવણી લે છે પણ ધર્મનું પૂર્ણ જ્ઞાન ન હોવાથી ધ મેની બાબતમાં નાસ્તિક જેવા બને છે. મુસમાનો એક હિંદુ વગેરેને મુસલમાન કરવા મરી પડે છે તેવું જૈન કોમમાં ધર્માભિમાન નથી. હિંદુઓના ચારે વર્ણના આચાર પાળવાના બહેળા વિચાર છે. જેમાં તે જે રાત્રે ન ખાય અને કંદમૂળ ત્યાગ કરે તેજ જૈન બની શકે તથા ખેતી વગેરે બીજા ધંધા છોડી દે તેજ જૈન બની શકે એવી હાલના જૈનવણિકના બહોળા ભાગની માન્યતા છે !! પણ જૈન શાસ્ત્રોમાં તે ચારે વણે પિતાના ગુણકર્મ પ્રમાણે વર્તતી જેને બની શકે એવી વિશાળ દષ્ટિ છે તેને જૈનકેમ ભૂલવા લાગી છે. જેના સાધુઓ જેટલા દુનિયામાં અન્ય ધર્મના સાધુઓ પવિત્ર નથી એમ કટ્ટા આર્યસમાજી લાલા લજપતરાય કે જે સ્વરચિત “ભારતકા ઈતિહાસ” માં જણાવે છે. જેનધર્મની વિશ્વમાં ઘણી જરૂર છે. ચિત્રમય જગત નામના ગુજરાતી માસિકમાં એક ફ્રેંચવિદ્વાન જણાવે છે કે વિશ્વમાં વિદ્યમાન સર્વધર્મોમાં કઈ ધર્મને પહેલી ખુરશી આપીએ તે પ્રથમ જૈનધર્મને પહેલી ખુરશી આપવી જોઈએ. મહાત્મા ગાંધીજી અમને અમદાવાદમાં સાબરમતીની પેલી પાર દેશાઈ વ્રજલાલ બારીસ્ટરના બંગલામાં મળ્યા હતા. અમારે તેમણે પગે લાગીને સત્કાર કર્યો હતે. અમારી સાથે તેમણે કેટલીક જૈનધર્મ સંબંધી વાતચિત કરી તેથી તેમને જેનધર્મના વિચારે અને આચારોપર રૂચિ થઈ અને જૈન ધર્મની પ્રસંશા કરી હતી, તથા તેમણે કહ્યું હતું કે યુરેપ વગેરે સર્વ ખંડમાં જેન ધર્મનો પ્રચાર થાય તે વિશ્વમાં દયાદિ સદગુણે ખીલે અને વિશ્વમાં શાતિ પ્રવર્તે. તેમણે રાજકીય બાબતની ચળવળમાં જૈનધર્મની અહિંસાની માન્યતાને આગળ કરી, તથા તેમણે જૈન સાધુઓની ઘણું પ્રસંશા કરી હતી. લોકમાન્ય તિલકે વડે
For Private And Personal Use Only