________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
ચતુર્વિધ સંઘરૂ૫ તીર્થની સ્થાપના કરી. તેમણે છેવટનું થોડું આયુષ્ય બાકી જાણીને છેવટે ત્રણ દિવસ સુધી (પાવાપુરીમાં અઢાર દેશના રાજાઓનો ગણુ મળે તે તેમની આગળ) અખંડ પ્રવાહે ઉપદેશ દીધે; તેમાંના નવ રાજા લચ્છવી જાતિના હતા ને નવ મલકી જાતિ ના ક્ષત્રિય રાજા હતા. છેવટની સભામાં લાખો મનુષ્ય ભગવાનના શરીરની અંતાવસ્થા જાણીને ભેગાં થયાં હતાં. ભગવાને પાપનું અને પુણ્યનું સ્વરૂપ જણાવ્યું અને આત્માની મુક્તિના ઉપાય જણાવ્યા. આશો વદિ અમાવાસ્યાની એકપ્રહર રાત્રી અવશેષ રહી ત્યારે પ્રભુએ શરીરને ત્યાગ કર્યો અને તે સિદ્ધસ્થાનમાં સિદ્ધ બુદ્ધ પર. માત્મા તરીકે સાદિ અનંતમા ભાગે વિરાજમાન થયા. પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની શાળામાં પ્રભુએ તેમના ભક્ત હસ્તિપાલનપની ભક્તિથી છેલ્લું મારું કર્યું હતું. ભાવજ્ઞાન પ્રકાશમય પ્રભુના વિરહથી અઢાર રાજાઓએ દિવાઓ પ્રકટાવીને દાવો કર્યો. ભારતને જ્ઞાનસૂર્ય અસ્ત થવાથી ભારતમાં ઘેરઘેર શોક થયે. દેવ દેવી મનુષ્યએ તેમને નિર્વાણ મહત્સવ કર્યો. પાવાપુરીમાં તેમના શરીરની અંતક્રિયા થઈ. હાલ ત્યાં એક મંદિર છે અને તે તળાવ વચ્ચે છે. પ્રભુ મહાવીરના નિર્વાણથી નંદિવર્ધનને ઘણે શેક થ. પ્રભુની બેન સુદર્શનાએ નંદિવર્ધનને પિતાના ઘેર તેડી શેકનિવાર્યો ત્યારથી ભાઈબીજ થઈ. પ્રભુ નિર્વાણ પામ્યા તે દિવસથી દિવાળીનું પર્વ શરૂ થયું, અને તેમના મરણના દિવસ પછીથી બેસતું વર્ષ શરૂ થયું. વિરસંવત હાલ પણ વિક્રમસંવત્ની સાથે કાયમ રહે. પ્રભુ મહા વીર દેવે રાગદ્વેષાદિ મેહ શત્રુઓને જીત્યા, બાર વર્ષ સુધી ધ્યાનસમાધિ ધરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું અને ચાળીશ અતિશય તથા વાણુના પાંત્રીશ ગુણવડે યુકત થઈને વિશ્વોદ્ધાર કર્યો. જૈન ધર્મ અને મહાસંઘને પ્રગટાવીને પોતાની પાછળના વિશ્વકેનું કલ્યાણ કર્યું. આત્માની પૂર્ણ શુદ્ધિ કરવાના જ્ઞાન દર્શન ચારિત્ર માર્ગોને જણાવી મોક્ષને માર્ગ ખુલે કર્યો. સાત નાની સાપેક્ષ દષ્ટિ જણાવીને વિશ્વમાં પ્રગટેલાં સર્વ દશનેને કદાગ્રહ-મિથ્યાત્વવાદ દૂર કર્યો. પ્રભુ મહાવીરની પશ્ચાત હાલ જૈન કેમ શ્વેતાંબર અને દિગંબર એવા બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે. ભવેતાંબર અને દિગ
For Private And Personal Use Only