________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૧ ) દેશવિરતિ, ૬ સર્વવિરતિ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સૂમસં૫રાય, ૧૧ ઉપશાંતમૂહ, ૧૨ ક્ષીણમેહ, ૧૩ સગી કેવલી, ૧૪ અગી કેવલી એ ચતુર્દશ ગુણસ્થાનકનું સ્વરૂપ દર્શાવ્યું, તથા નગમ, સંગ્રહ, વ્યવહાર, રાજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાતનય અને તેના અનેક ભેદોનું સવરૂપ દર્શાવ્યું. સોળ સંસ્કારનું સ્વરૂપ દર્શાવ્યું. સ્થાતિ , ૨ ચમस्ति, ३ स्यात् अस्तिनास्ति, ४ स्याद् अवक्तव्य, ५ स्याअस्ति
अवक्तव्य, ६ स्यान्नास्ति अवक्तव्य, ७ स्यात् अस्तिनास्तियुग વિશ્રાવ્ય એ સપ્તભંગીના જ્ઞાનને પ્રકાશ કર્યો. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને ઉદ્યમ એ પાંચ કારણથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે એવા જ્ઞાનને પ્રકાશ કર્યો. ચિદ રાજલકને પ્રકાશ કર્યો, બાર દેવકના જ્ઞાનનો પ્રકાશ કર્યો. પાંચ અનુત્તર વિમાનનું સ્વરૂપ દર્શાવ્યું. ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવાનું અને દેવીએનું સ્વરૂપ પ્રકાશ્ય. સાત નરકોનું સ્વરૂપ દર્શાવ્યું. મનુષ્ય લોકનું સ્વરૂપ દર્શાવ્યું. આત્માઓ અનંતા છે અને તેઓની સાથે અનાદિ કાલથી અષ્ટ પ્રકારનાં કર્મ લાગ્યાં છે એમ દર્શાવ્યું.
૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, પ આયુષ્ય, ૬ નામકર્મ, ગોત્ર અને ૮ અંતરાય, એ આઠકર્મનું સ્વરૂપ જણાવ્યું અને અષ્ટકર્મથી રહિત થએલ આત્મા તેજ પરમાત્મા થાય છે એમ સત્યજ્ઞાન પ્રકાશ્ય. પ્રભુ મહાવીર દેવે અગિયાર ગણધરને તત્વજ્ઞાનને તથા મોક્ષમાર્ગ બંધ કર્યો. તે અગિયાર ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. અગિયાર અંગેનું રચ્યાં. તથા તેઓએ ચંદ પૂર્વની રચના કરી. પશ્ચાત બાર ઉપાંગે, છ છેદશાસ્ત્ર, બે મૂલશાસ્ત્ર આગમની રચના થઈ. ભગવાનના શિષ્યોએ દશપયન્નાની રચના કરો. ગણધરેએ દષ્ટિવાદની રચના કરી. પશ્ચાત્ સ્થવિર આચાર્યોએ ઉપાંગો વગેરેની રચના કરી. રાશી આગમ તથા પિસ્તાલીશ આગમો તથા અન્ય સ્થવિર આચાર્યો વગેરે કૃત જે શાસ્ત્રો છે તે સર્વમાં પ્રભુ મહાવીર દેવનું જ્ઞાન ભર્યું છે. હાલ પિસ્તાલીશ આગમ વિદ્યમાન છે. તથા હજારો ધર્મગ્રન્થશાએ વિદ્યમાન છે. પ્રભુ મહાવીરદેવે સત્ય શ્રુતજ્ઞાનને પ્રકાશ કરી
For Private And Personal Use Only