________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮ )
નેમિનાથ તીર્થ ‘કરના કાલમાં પાંચ પાડવા અને કોરવા તથા મથુરા તથા દ્વારિકામાં શ્રીકૃષ્ણ થયા, શ્રી નેમિનાથ પશ્ચાત્ ચારાથી હજાર વષે શ્રી ચાવીશમા તીર્થંકર મહાવીર થયા. ભાગવતમાં કથેલા શ્રી કૃષ્ણ કે જે ગેાપીએના સ્વામી હતા તે તેા પાંચ હજાર વર્ષ ઉપર થયા, તેથી જેનેાના કુષ્ણ અને ભાગવતવૈષ્ણવ કૃષ્ણ ભિન્ન હાય એમ સમજાય છે. ચાવીશ તીર્થંકરાના કાલમાં ખાર ચક્રવતિ ચે થયા. ૧૧ અગિયાર રૂદ્ર, નવ નારદ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુ દેવ અને નવ બળદેવ થયા. ( ચાવીશ તીર્થંકર, ખાર ચક્રવર્તિ, નવ વાસુદેવ, નવ મળદેવ, નવ પ્રતિવાસુદેવ એ ત્રેસઠ શલાકાપુરૂષો કહેવાય છે ) આજ સુધી અનેક તીર્થં કરેા થઈ ગયા. ત્રેવીશ તી. કરા બિહાર કાશી વગેરેમાં થયા. બાવીશમા શ્રી નેમિનાથ સૌરાષ્ટ્ર દેશ દ્વારિકાપુરીમાં થયા. તે શારીપુરીમાં(મથુરામાં)જન્મ્યા હતા. તે યદુવંશી હતા. તેમણે ભારત દેશમાં જૈનધમ પ્રસરાવ્યેા, તેમની અને શ્રીપાર્શ્વનાથની વચ્ચે અનેક ધાર્મિકપરિવર્તના થયાં. અને જલ પ્રલયા થયા તેથી પૃથ્વી અને દરિયાએમાં ફેરફાર થઇ ગયા. ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથ થયા, તે કાશીના રાજા અશ્વસેન અને રાણી વામાદેવીના પુત્ર હતા. તેમનુ શતવર્ષનું આયુષ્ય હતું. રાજાની પુત્રી પ્રભાવતી સાથે તે પરણ્યા. પશ્ચાત્ ત્યાગી થયા અને ધ્યાનસ્થ રહ્યા, તેમણે કેવલજ્ઞાન પામ્યા બાદ જૈન ધર્મ પ્રકાશ્યા અને ચતુર્વિધ સંઘનીસ્થાપના કરી. પાર્શ્વનાથ અને શ્રીમહાવીરપ્રભુ વચ્ચે અતીસે વર્ષનું આંતર્ છે. ચાવીશમા તીર્થંકર શ્રી ક્ષત્રિયકુંડનગરમાં થયા. વિહાર મગધદેશમાં વૈશાલીનગરી પાસે ક્ષત્રિયકુંડનગર આવેલું છે, તેમના પિતા સિદ્ધાર્થ રાજા હતા અને તેમની માતા ત્રિશલા રાણી હતી. જન્મ થકી તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન વાળા હતા. યુવાવસ્થામાં સિન્ધુસાવીર દેશની સમરવીર રાજાની પુત્રી યશેાદા સાથે લગ્ન કર્યું. તેમને એક પુત્રી પ્રિયદર્શીના નામની થઈ તે જમાલી નામના રાજપુત્રની સાથે પરણાવી. શ્રીમહાવીર ભગવાનાં માત પિતા (પ્રભુના જન્મથી) અઠ્ઠાવીશ વર્ષે મરણ પામી વગ લાકમાં ગયાં, ત્યારે તેમણે માટાભાઇ નંદિવર્ધનને પુછી ત્યાગી દીક્ષા લેવા ઇચ્છા જણાવી પરંતુ મેટાભાઈના આગ્રહથી બે વર્ષ
For Private And Personal Use Only