________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭પ)
जैनधर्म-विश्वधर्म. જૈનધર્મ આ જગમાં અનાદિકાલથી છે. જેને જગતને અનાદિકાળનું માને છે. પરમેશ્વર પરમાત્માઓને અનાદિકાળથી માને છે. એકેન્દ્રિય, હન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીને કેમ સહિત સંસારી માને છે. અનાદિકાળથી જીવો છે અને તેઓની સાથે અષ્ટકમં લાગ્યાં છે એમ માને છે. અને પુયોગે સુખ થાય છે અને પાપગે દુઃખ થાય છે. પુરૂય એ શુભ કર્મ છે અને પાપ એ અશુભકર્મ છે. અત્યંત અશુભકર્મથી નરકમાં જવાય છે અને અત્યંત શુભ કર્મથી વર્ગની પ્રાપ્તિ થાય છે. પય સહિત અ૮૫પાપથી મનુષ્યની ગતિ પ્રાપ્ત થાય છે. કપટ વગેરેથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્યની ગતિમાં આત્માની પૂર્ણ શુદ્ધિ થવાથી મોક્ષ મળે છે એમ માને છે, ગૃહસ્થ ધર્મ અને ત્યાગી સાધુધર્મ એમ ધર્મના બે ભેદ છે. જેઓ દેવગુરૂ ધર્મની શ્રદ્ધા ધારણ કરે છે પણ વિરતિપાશું અંગીકાર કરી શક્તા નથી; સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓનાં તની શ્રદ્ધા કરે છે, પણ ત્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી તે ચોથા ગુણસ્થાનકવાળા અવિરતિસમ્યગૃષ્ટિ ગુણસ્થાનક વતિ ગૃહસ્થ જેને છે. ચોથા ગુણસ્થાનકમાં સમ્યગદષ્ટિ એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના મનુષ્ય વર્તે છે. જેઓ સત્યદેવ ગુરુધર્મની શ્રદ્ધા ધારણ કરે છે તથા મિાત્વષિનો ત્યાગ કરે છે, સર્વજ્ઞ તીર્થકરેનાં ઉપદેશેલ આગમને સત્ય માની તેની શ્રદ્ધા ધારણ કરી ગુહસ્થાશ્રાવકધર્મનાં બારવ્રત વા બારવ્રત પૈકી ગમે તેટલાં વ્રતને ધારણ કરે છે એવા બ્રાહાણે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો વગેરે દેશવિરતિ પંચમ ગુણસ્થાનકવતિ ગૃહસ્થ જૈને કહેવાય છે. ચોથા ગુણસ્થાનવાળા અને પાંચમા ગુણસ્થાનકને ધારણ કરનારા ચેટકરાજા. સંપ્રતિરાજા, ખારવેલરાજા કુમારપાળ રાજા, વસ્તુપાળ તેજપાળ વગેરેને ધર્મયુદ્ધ કરવાં પડયાં હતાં. દેશભૂમિ, રાજ્ય, કુટુંબ, ધન, જેનસંઘ તીર્થાદિની રક્ષા માટે ધર્મયુતો કરવાનો ચારે વર્ણને અધિકાર છે. બિંબિસાર યાને વિકરિ, ઉદયન રાજા, કેબિયને અજાત શત્રુરાજાએ
For Private And Personal Use Only