________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪) છે. દશા શ્રીમાળી વણિકે છે તે વીશા શ્રીમાલવણિક જ હતા. તથા દશા પોરવાડે છે તે અસલ વીશાપોરવાડે હતા વરતુપાલ રાસ ગ્રન્થમાં લખ્યા પ્રમાણે તેઓ પાટણમાં દશા તરીકે થયા. તેની હકીકત નીચે પ્રમાણે છે. વસ્તુપાલ પ્રધાને તથા તેજપાલે પોતાનાં મા-બાપની પાછળ પાટણમાં જ્ઞાતિ જમાડવા માંડી તેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરેમાં રહેનારી સર્વોશશી વણિક જાતિને નોતરી. તે વખતે પાટણની નગરશેઠાઈ વીશા શ્રીમાલીને ત્યાં હતી, નગરશેઠની રજા વિના નાત થતી નહોતી. નગરશેઠ મરી ગયા હતા અને તેને પુત્ર ન્હાને હતું, તેથી નાત જમાડવાની રજા લેવામાં તેને બોલાવ્યો નહીં તેથી નગર શેઠાણીને ખોટું લાગ્યું. તેણે પોતાના પુત્રને કહ્યું કે તું નાત ભેગી કરી અને મારા પુનલગ્નની રજા માગ !! નાત જ્યારે એમ કહે કે વિધવાનું લગ્ન નહીં થાય ત્યારે તું કહેજે કે વસ્તુપાળ અને તેજપાળ વિધવાનાપુનર્વિવાહિતના છોકરા છે, તે તેઓને તમે નાત જમાડવાની કેમ રજા આપે છે ? એ પ્રમાણે નાતને ભેગી કરી નગરશેઠના પુત્ર કહ્યું તેથી નાતમાં બે પક્ષ પડ્યા. જે વિશાશ્રીમાળીઓ તથા વીશાપોરવાડે, વસ્તુપાળના પક્ષમાં રહ્યા તે દશાશ્રીમાળી તથા દશાપરવાડ તથા દશા ઓશવાળ ગણાયા. વસ્તુપાળ અને તેજપાળના વંશજ નાતિતાઓ દશાપોરવાડે છે. વેરાવાસણમાં રહેનારા દેશાઈઓ દશાપે. રવાડ છે, તેમાંથી કેટલાક વૈષ્ણવધર્મ પાળે છે અને કેટલાક જૈનધર્મ પાળે છે. દશાશ્રીમાળી કોટડિયા તથા શેઠ મગનલાલ કંકચંદ વગેરે છે તે પwા જેને છે. દશા વિશા શ્રીમાળી વણિકે છે તે સંધ પુર, આગલોડ વગેરે કાંઠાની સત્તાવીશના ગેળમાં છે. દશાપોરવાડે જોટાણા, સેઝા, ઉવારસદ, લીઓદરા, રણજ, ઉનાવા વગેરે ગામના ગોળમાં છે. દશાપોરવાડેના ગોળમાં જૈનધમી અને વૈષ્ણવધર્મી પિરવાડે છે. ઓશવાળની તથા વિશાશ્રીમાલીઓની ઉત્પત્તિ મારવાડ પ્રદેશમાં છે. ભિન્નમાલ વગેરેમાંથી વિશાશ્રીમાળીએ થયા અને એશિયા નગરી વગેરેમાંથી ઓસવાળ થયા. લાડ, દશાઓશવાળ, નિમા વાણિયા, કપોલ, પલ્લીવાલ, વીશા શ્રીશ્રીમાલ, કણબી, વાવસાર વગેરે જેનાર્મ પાળે છે.
For Private And Personal Use Only