________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩) પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત નગરશેઠનું કુટુંબ ગણાય છે, તેમની સાથે વિજાપુર રના શેઠ. જનાશા પિતાંબરની બેન ગંગા બેનનું લગ્ન કરવામાં આવ્યું છે. શેઠ દલપતભાઈના પુત્ર લાલભાઈ દલપતભાઈ, મણીભાઈ તથા જગાભાઈ શેઠ છે. વિજાપુરમાં પહેલાં અફીણને વ્યાપાર ધમધોકાર ચાલતું હતું. ઓસવાળામાં દરેક કાર્યમાં આગેવાની લેવાને ઉત્સાહ, ધીરજ, સાહસ અને અબીકણ વૃત્તિ મુખ્ય છે. જ્યાં ત્યાં તે પોતાને માર્ગ કરી પેશી શકે છે. જૈન ધર્મમાં તેઓ ચુસ્ત છે.
ઓશવાળ જૈન ક્ષત્રિયતાનું દૃષ્ટાંત. ઈડર જીલ્લામાં લિંખી ગામના ઠાકરડાના દીકરાએ વિજાપુરના દેશી ભણુ દેશી કે જે ઘોડા પર બેસીને જતા હતા તેને ભાલેડું માથું, અને તે ભગુ દેશીની આંખમાં વાગ્યું. તેથી વિજાપુરના દેશીએશસ્ત્ર સજી ઘેડા પર ચઢ્યા અને વિજાપુરના મુસલમાનોને મ. હડી વિગેરેના ઠાકરડાઓને લેઈ લિંખી ગામની સાથે યુદ્ધ કર્યું અને લિંખી ગામ કૂટી બાળી ગધેડે હળ ફેરવ્યું. આ ઉપરથી તેઓ ક્ષત્રિયવંશીનાં ક્ષાત્રર્મોને પ્રસંગે કરવાની શકિતવાળા છે એમ જણાઈ આવે છે. અમદાવાદના નગર શેઠીયાના કુટુંબીઓ શિસોદીયા વંશના છે. તે પ્રમાણે વિજાપુરના ઓશવાળ પણ ક્ષત્રિયવંશી છે. એસવાળોની વસતિ ઘટતી જાય છે, તેથી તેઓએ ચેતવું જોઈએ. વીશા શ્રીમાલિ વણિકે પણ મૂલ જાતિએ પરમાર ચાવડા રોહાણ વગેરે ક્ષત્રિય જાતના છે. તેઓ દીર્ધદષ્ટિવાળા હોય છે અને વિચાર કરીને દરેક કાર્ય કરે છે. તેમના રીવાજોને તે ચુસ્તપણે વળગી રહે છે, ધર્મમાં ઘણું ચુસ્ત હોય છે. શાકારીમાં તે પ્રસિદ્ધ છે. વ્યાપાર વગેરેમાં પ્રમાણિકતાને વળગી રહી પ્રવૃત્તિ કરે છે. ઓશવાળ વણિકામાં અહીં નાતના પાંચ શેઠ છે અને વીશા શ્રીમાલીની જાતિમાં તથા વિજાપુર શ્રીમાલીની સત્તાવીશના ગોળ તરીકે શેઠ કચરાભાઈ ઘહેલાભાઈ તથા શેઠ મનસુખ લલ્લુભાઈ એ બે શેઠ છે. એશવાળના ગેળમાં વિજાપુર, વેડા, પીલવાઈ તથા રીદાલ એ ચાર ગામ છે. વિ સં. ૧૯૦૭ લગભગમાં વીશા શ્રીમાલીને ગેળ બંધાય છે અને ઓશવાળાનો મેળ પાછળથી બંધાય છે. વિજાપુર વિશા શ્રીમાળીના સત્તાવીશ ગામોના ગેળના ઘણુ વણિક શ્રાવકો પુના વગેરે જીલ્લામાં ગયા છે અને ત્યાં તેઓએ બીજો સત્તાવીશને ગોળ બાંગે
For Private And Personal Use Only