________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨) જ વિજાપુરમાં હાલ વસે છે એ નિયમ નથી. કેટલાક ગયા અને કેટલાક નવા પણ આવ્યા છે. હિંદુઓની અને તેમાં પણ વગણની ભક્તિ વખણાય છે.
જૈન અને જૈનધર્મ. વિજાપુરમાં જૈન મહાજન વણિકનાં ચારસે પાંચસે ઘર છે. વિજાપુરમાં જૈન મહાજનનું જોર છે. વિજાપુર વસ્યું ત્યારથી જેની વસતિ છે. જેને વ્યાપારી સાહુકાર છે. ગાયકવાડ સરકાર તથા 'દિવાન આવે છે, ત્યારે મહાજનની પેલી છાબડી તે લે છે અને પશ્ચિાત ઠાકરેની લે છે. વૈદિક હિંદુઓ અને જેને, બ્રાહ્મણ, બારેટે વગેરે મહાજનમાં ગણાય છે અને તે ગામના સાર્વજનિક શુભકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે. વિજાપુરમાં વિશાઓસવાળ, વીશાશ્રીમાલી, દશાશ્રીમાલી અને દશાપોરવાડ એ ચાર જાતના વણિકે જેનધમી છે. વિશાઓસવાળ અને વિશાશ્રીમાલીની વસતિ તથા બળ સમાન છે, છતાં કેટલીક બાબતોમાં એશવાળા જાહેરમાં વિશેષ ભાગ લે છે. વિજાપુરના ઓશવાળાનું હાલના ગેળ બંધાયા પહેલાં ઘણું જોર હતું. તે રાજયાદિક પ્રકરણમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા, અને રજપુતેની પેઠે યુદ્ધ કરવામાં પણ અડગ હતા. દોશી સંજ્ઞાવાળા ઓશવાળે ઘણુ જબરા છે. તેઓ ઈડર જીલ્લાના મુડેટીના ઠાકરેની બેતાલીશમી પેઢીએ એક બાપના પુત્ર તરીકે છે, તેથી તેઓમાં ક્ષત્રિય જુસ્સો વિશેષ રહે છે. શતવર્ષ પૂર્વના ઓશવાળ જેને ક્ષત્રિની પેઠે યુદ્ધ કરતા હતા અને રાજાઓનું પ્રધાનપણું ખાસ કરતા હતા. હાલમાં પણ ઉદેપુર, જોધપુર વગેરે મેવાડ મારવાડના જેને ક્ષત્રિયોની પેઠે શસ્ત્રો ધારણ કરે છે, અને રાજ્ય કારોબારમાં ભાગ લે છે. વડનગર, ખેરાળુ તથા આજુબાજુના ગામના ઓશવાળામાં તે ઓશવાળના શેઠ તરીકે ગણાતા હતા, પણ ગામડાના ઓશવાળ પર તેમણે શેઠાઈને જુલ્મ કર્યો તારી કેટલાક ગામડાના ઓશવાળે જૂદા પડી ગયા. વિજાપુરના ઓશવાળ અમદાવાદના નગરશેઠીયાઓને ત્યાં કન્યાઓ આપતા હતા તેથી અમદાવાદના ઘણખરા ઓશવાળ જેને, વિજાપુરના ભાણેજ હતા. શેઠ દલપતભાઈ ભગુભાઈનું કુટુંબ અમદાવાદમાં
For Private And Personal Use Only