________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૩), પાછો હાંકી કાઢ્યા. ત્યારબાદ એક હજારની સાલમાં મહમદગિઝનીએ આક્રમણ (ચઢાઈ) કર્યું, તેણે સારાષ્ટ્રમાંનું પ્રભાસપાટણનું સોમનાથ મહાદેવનું મંદિર લટયું તે પાછા ગયે. ઈ. સ. ૧૧૯૩માં દિલ્હીના પ્રદેશમાં મુસલમાની સત્તા સ્થાપિત થઈ. તથા ઈ. સ. ૧૨૯૭ માં ગુજરાતમાં–પાટણમાં અલ્લાઉદીનની સત્તા સ્થાપિત થઈ. ઈ. સ. ૧૩૧૫ લગભગમાં દક્ષિણમાં અને ચાદમા સૈકામાં બંગાલા વગેરે પર મુસલમાન બાદશાહની સત્તા સ્થાપિત થઈ. ઇ. સ. ૧૮૫૭ માં હિંદની બાદશાહત તેઓના હાથમાંથી ગઈ અને નિઝામ, પાલણપુર, ભોપાલ, રાધનપુર, જૂનાગઢ વગેરે કેટલાંક સંસ્થાને તેઓની સત્તામાં રહ્યાં. ઈ. સ. ૧૮૫૭ માં હિંદમાં બ્રિટીશ શહેનશાહતની સ્થાપના થઈ અને મુસલમાનની બાદશાહી નષ્ટ થઈ. મુસલમાનમાં શીયા અને સન્ની બે પંથ છે. તેમાં પેટા પંથે સેંકડે છે પણ સવે કુરાન શરીફને પાક માને છે. અરબસ્તાન વગેરેમાંથી મુસલમાને પચ્ચાસ સાઠ લાખ આવ્યા હતા. તેઓએ આર્ય હિંદુઓને સત્તા વગેરેનાં બળે કરી વટલાવ્યા અને હાલ તેઓ સાત કરોડની સંખ્યાવાળા થયા. તેઓ મજીદે, જા બનાવે છે. મહોરમના તાજીયાઓને બનાવે છે. તેમાં બંધુભાવ, સંપ, આકીન વગેરે ગુણે મુખ્યપણે વર્તે છે. વિજાપુરમાં મુસલમાનો તેરમા સૈકામાં આવ્યા મુસલમાને મોટા ભાગે સિપાઈને ધંધો કરે છે. હોરાઓ વ્યાપાર કરે છે. મુસલમાન પણ વ્યાપાર કરવા લાગ્યા છે. તેઓ બને છે ત્યાં સુધી હિંદુઓની સાથે સલાહ શાંતિથી વતે છે. વિજાપુરમાં વિ. સં. ૧૮૨૧ માં દામાજીરાવ ગાયકવાડે હિંદુમરાઠી રાજ્યની સ્થાપના કરી. હિંદુઓ પણ મુસલમાનની સાથે સલાહ સંપથી વતે છે. વિ. સં. ૧૮૨૦ માં દામાજીરાવ ગાયકવાડે વીસનગરના બાબી પર ચઢાઈ કરી તેને કાઢી મૂક્યા, તેની પાસે સમી, રાધનપુર અને પાટણ નજીકનાં સાડા ત્રણ ગામ રહેવા દીધાં. ઈ. સ. ૧૭૬૦ માં મરાઠી રાજ્યસતા પૂર્ણ કલાએ પહોંચી, તેથી મુસલમાનેનું જોર કમી થયું. તે બ્રિટીશ રાજ્યની પ્રજા તરીકે થયા.
મુસભામાં એક બીજાનું ખાવામાં કોઈ અભડાઈ જતું
For Private And Personal Use Only