________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) મનુષ્ય વગેરેનો પુનર્જન્મ નથી. રાશી લક્ષજીવનિની માન્યતાને તેઓ સ્વીકારતા નથી. મક્કાને કાશી જેવું પવિત્ર તીર્થ ગણે છે. તેઓ ગમે તે ધર્મના ફકીરને માને છે અને તેઓને અન્ન વસ્ત્ર આપે છે. એક અલાને તેઓ ઈશ્વર માને છે, વૈદિક હિંદુઓની પેઠે વર્ણના ચાર વિભાગ અને સ્પર્યાસ્પશ્યની માન્યતાને તેઓ સ્વીકારતા નથી. કુરાનને ન માનનારાને તેઓ કાફર માને છે અને મૂતિને ભાંગી નાંખવામાં પાપ દેવું માનતા નથી, તેથી અરબસ્તાન મક્કા વગેરેમાંથી મૂર્તિનો તેમણે નાશ કરી દીધો. તેમનામાં ધર્મનું ઝનૂન તથા આકીન વિશેષ હોય છે તેથી હિં, દુઓ વગેરેની સાથે યુદ્ધ કરવામાં તેઓની કેમ એકદમ એક થઈ જાય છે. “ધર્મને માટે જે મરે તે શહીદ થાય છે અને તેને અવશ્ય જહન્નત–વગ મળે છે.” એમ તેઓ માને છે. લંડ વિના તેઓ બકરી, ગાય, ઉંટ વગેરેની કુરબાની કરે છે. શ્રાદ્ધની ક્રિયાને તેઓ માનતા નથી. તેઓ પોતાનાં સગાં વહાલાંની કબ્રો પાસે બેસીને કુરાનને કેટલેક ભાગ વાંચીને મરેલાઓ માટે ખુદાની પાસે દુવા માગે છે અને મરેલાઓના ગુન્હાઓ માફ કરાવવા ખુદાને પ્રાર્થના કરે છે. અરબસ્તાનમાંથી મુસલમાને હિંદમાં ધીમે ધીમે વ્યાપાર વગેરે નિમિત્તે આવવા લાગ્યા. ઈરાનને જીતી તેઓએ પારસી લોકોને મુસભાની ધર્મમાં લીધા અને જે પારસીઓએ મુસલમાની ધર્મ ન સ્વીકાર્યો, તેઓ હિંદમાં સુરત છલામાં સંજાણમાં આવી વસ્યા. સર્વવર્ણના મનુષ્ય ભેદભાવ વિના મુસલમાન બની શકે છે, અને એક ગરીબ પણ બાદશાહની કન્યા પરણી શકે છે, એટલા સુધી તેમાં એકાત્મબંધુભાવ સ્વીકાર્યો છે, તેથી મુસભાનેમાં એકસંપી છે, અને એક લેાહીનો ધર્મપ્રેમ રહે છે. ધર્માન્ત જુસ્સાથી તેઓમાં કેમીસંપ જે વર્તે છે તેમાં હવે કંઈક વિચાર પરિવર્તન થવા લાગ્યું છે. હિંદુસ્થાન પર મુસલમાનેનું પહેલું આક્રમણ ઈ. સ. ૬૬૪ માં થયું. તે વખતે મુસલમાનો મુલતાનથી પાછા ફર્યા. બીજું આક્રમણ ઈ. સ. ૭૧૧ માં થયું તે વખતે તેમણે સિંધુ દેશપર પિતાની સત્તા સ્થાપી; પરંતુ થોડા વખત પછીથી રજપુતેએ તેઓને
For Private And Personal Use Only