________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
એ વાસ કો. દાદા ફકીર મહમદ સાહેબના પહેલાં વિજાપુરમાં એક સૈકા લગભગમાં મુસલમાનની વસ્તિ થઇ હાય એમ અનુમાન થાય છે. ઇ. સ. ૧૨૯૭ માં અલાઉદૃીન ખાદશાહે કરણઘેલાને હરાવી ગુજરાત લીધુ તે પહેલાં સિદ્ધરાજના અને કુમારપાળના વખતમાં મુસલમાના પાટણ અને ખંભાત વિગેરે સ્થળે વસવા લાગ્યા હતા. એથી તે પછી કુમારપાળ પછી ખીજારાજાએના વખતમાં વિજાપુરમાં તે વસ્યા હાય એમ અનુમાન થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુસલમાન કામ અને મુસલમાન ધ——અરબસ્તાનમાં મહમદ પેગંબર સાહેબે મુસમાન ધર્મના દીનધમ ના પ્રચાર કરવા માંડ્યો. સાતમા સૈકા પછી ચાર પાંચ સૈકામાં તે એશિયાના મેટા ભાગમાં તે ધમ ફેલાયા અને આફ્રિકામાં ફેલાઇ ગયા, તથા યુરોપમાં સ્પેન સુધી મુસલમાનીધર્મ વ્યાપ્ત થવા લાગ્યા. મુસલમાની ધર્મમાં અનેક પેગ ખરા થઇ ગયા છે, તેમાં છેલ્લા પયગબર મહમદ પયગંબર સાહેબ છે, તેમના વખતમાં તેમની મારફત અણ્ણા તરફથી કુરાન શરીફ ઉતર્યુ એમ માનવામાં આવે છે. કુરાનની ટીકાના અનેક ગ્રન્થા થયા છે. અરબસ્તાનમાં મહમદ પેગ ખર સાહેબ જન્મ્યા તે વખતે ત્યાં આયના મૂર્તિપૂજક ધર્મ હતા. જૈનેાની તેમ વૈદિક આર્યાંની ત્યાં દેવમૂર્તિયેય હતી, “ અલ્લા-ખુદા, પરમેશ્વર-નિર ંજન નિરાકાર અનત નૂરમય એક છે અને તેણે જગત્ બનાવ્યુ છે. તે પેાતાની ભક્તિ કરનારાઓને જહન્નત ( સ્વર્ગ ) આપે છે અને એક દિવસ કયામતના દિવસ આવશે ત્યારે દુનિયા જગત્ બળી ભસ્મ થઇ જશે અને તે દિવસે ખુદા અહ્વા, સર્વ મનુ ખ્યાને પાછા ઉભા કરશે અને દરેક મનુષ્ય વગેરેના ન્યાય કરી તે કરણીના અનુસારે તેઓને જહન્નતમાં અને ઢોઝખમાં નાંખશે. માટે અલ્લાખુદાની ભક્તિ કરવી અને શયતાનના વશમાં ન આવવુ નમાઝ પઢવી. રાજા' રાખવાં, કીરા વગેરેને ખાવા પીવા આપવું, ઇત્યાદિ તેમની માન્યતા છે. “પરમેશ્વર-અલ્લાના આકાર નથી માટે અલ્લાની મૂર્તિ બનાવવી નહીં.” મૂર્તિમાં પરમેશ્વર પેસતા નથી એવી તે ધર્મની માન્યતા છે તેથી તે મૂર્તિને માનતા નથી,
૨૧
૧.
For Private And Personal Use Only