________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) પાટણ ગુજરાતની સુબાગીરી ઉપર હીજરી સન ૭૯૪ માં જફરખાન આવ્યા. હીજરી સન ૮૧૦ માં જફરખાન શેરપુરમાં ગુજરાતના સુલતાન થયા અને મુજફરશાહ નામ ધારણ કર્યું. દિહીના બાદશાહ અલ્લાઉદ્દીનના ગુજરાત પાટણના સેનાધિપતિ જફરખાને વિજાપુરની ઈદગા બનાવી. હીજરી સન ૮૦૧ માં જફરખાને બંધાવેલ ઈદગા જીર્ણ થઈ ગયે ત્યારે પાલણ પુરના દિવાન મુજાદખાન કે જે અમદાવાદના સુબા થયા હતા, તે વિજાપુરમાં બંદોબસ્ત કરવા સારૂ વીસ વર્ષ રહ્યા હતા. તેમણે ઈદગા સુધારા, હીજરી સન ૧૦૬૩ માં દુરસ્ત કરાવ્યું. વિક્રમ સં. વત ૧૯૬૨ માં કાગદી વહેરા–ઊસમાન ભાઈએ તથા મીરાં સૈયદુમીયાં બાજુમીયાં વિગેરેએ મુસલમાનેના ઈદગાના ફંડમાંથી ઈદગા ત્રીજીવાર સુધરા. જફરખાન પછી આશરે ૨૬૨ વરસે ઈદગાને જીર્ણોદ્ધાર થયો તે પછી હાલને જીર્ણોદ્ધાર આજથી સત્તર વરસ ઉપર થયો છે.
પીંજરાની મજીદ–પીંજારાની મસજીદની જગ્યાએ પહેલાં હુંબડ જેનું મંદિર અને પિષધશાળા હતી. ઔરંગજેબ બાદશાહના આજુબાજુના કાળમાં તે તેડી પાડવામાં આવ્યું અને ત્યાં અરજીદ બંધાવવામાં આવી. પુરીબાઈ નામની પ્રાવિકાને મુસલમાન બનાવવામાં આવી; તેની હાલ ત્યાં કમર છે, તે કબર દરવાજામાં પેસતાં ડાબી તરફ છે, અને ઉત્તર દિશાના દરવાજામાં પેસતાં જમણું બાજુએ ભોંયરું હતું અને તેમાં પ્રતિમાઓ હતી. હાલ - ચરું પૂરી નાખવામાં આવ્યું છે. સદરહુ જગા અમે જાતે જેએલી છે.
મરદ જૂની થવાથી હાલ દસ વર્ષ ઉપર એટલે લગભગ વિ. સંવત્ ૧૭૧ ની સાલમાં નવી બંધાવી છે, તેમ છતાં હાલ પૂર્વના દેરાસરને આરસપહાણ અવશેષ રહેલો જોવામાં આવે છે. માસજીદને હાલ સારો રમણીય છે.
કબરસ્તાનમાં મજીદ–મીયાં સૈયદભાઈ રહીમભાઈ કાગદીએ વિક્રમ સંવત્ ૧૯૯ર માં આ મજીદ બંધાવી છે. ખલીફા રહેમાનશાહ કાદરીની કબ્રમજીદ પાસે લીંબડીની નીચે છે, તે હા
For Private And Personal Use Only