________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) વીજાપુરમાં હવાનું પ્રશસ્તિ ઉપરથી અનુમાન થાય છે. પ્રશ સ્તિકારે ઉકેશવંશીય માનદેવ શેઠના અવય ( કુટુંબ ) ને ધન્યવાદ આપે છે અને તેના વંશજોના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે કે જે વીજાપુરની સાથે બહ સંબંધ રાખે છે. વાસુપૂજ્ય સ્વામિનું વિશાલ મંદિર વીજાપુરમાં હેવાનું જણાઈ આવે છે, કે જેના દક્ષિણ ભાગની દેવઋહિકા (દેરીઓ)ને ભારનિર્વાહ (ખર્ચ, સમારકામ વિ.) ઉપરનું કુટુંબ કરતું હતું અને ઉત્તર ભાગની દેરીઓને નિર્વાહ વીજાપુરને સંઘ કરતો હતો, એમ તે પ્રશસ્તિ પરથી જણાય છે. એ સિવાય સંઘપુરના શિલાલેખમાં વીજાપુર વર્ણનના ૮૮મા લેક પછી ટલ્મા લેકમાં જે પાંચ શ્રાવકના નામે આપીને તેઓને ત્યાંના નિવાસી દર્શાવ્યા છે. તેમાંના જેહડ શેઠ પૂર્વોક્ત માનદેવ શેઠના પાત્ર હવાનું પ્રશસ્તિથી જણાય છે. એ વિગેરે બીના વિચારતાં પૂર્વોક્ત કુટુંબ વીજાપુરમાં વસતું હશે એમ સમજાય છે. જિનપતિસૂરિના પિતા યશવર્ધન શેઠ પૂર્વોક્તા માનદેવ શેઠના લઘુ સહોદર થતા હોવાનું એ પ્રશસ્તિ ઉપરથી જણાય છે. એટલે જિનપતિસૂરિની જન્મભૂમિ વીજાપુર હેવાનું અનુમાન થઈ આવે છે. એટલું જ નહિ, પરંતુ યશોધર (જિનપતિ સૂરિના સાંસારિક ભત્રિજા) એમણે જિનપતિસૂરિ પાસે વિદ્યાચંદ્રમુનિ તથા ત્રાદ્ધિસુંદરીએ જિનેશ્વરસૂરિ પાસે તથા સ્થિર કીર્તિ અને કેવલપ્રભાએ જિનપ્રબોધ સૂરિ પાસે દીક્ષા લીધી હતી, તે પણ વીજાપુરનાં અને પૂર્વોક્ત માનદેવ શેઠના કુટુંબ હોવાનું પ્રશસ્તિ પરથી સમજાય છે.
સંઘપુરના શિલાલેખ પરથી માત્ર એટલું જ સમજાય છે કે-જિનેશ્વરસૂરિ વીજાપુરમાં પધાર્યા હતા, ત્યારે આ પ્રશસ્તિ પરથી તેઓ વિ. સં. ૧૩૨૬ માં પધાર્યા હોવાનું ( અને વિ. સં. ૧૩૨૮ માં પણ?) સ્પષ્ટ જણાઈ આવે છે, કેમકે તેજ વરસમાં વે. શુ. ૧૧ ના દિવસે વાસુપૂજ્ય જિનાલયમાં વીરપ્રભુની પ્રતિમાવાળી દેહરી વિ. ની પ્રતિષ્ઠા તેમના હાથથી થઈ હતી. વીજાપુરના વાસુપૂજ્ય જિનમંદિરમાં શીતલનાથ, પાર્શ્વનાથ, પકભ, અ
For Private And Personal Use Only