________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮) મુખત્તક કરાવ્યું. તેને અન્ય સ્ત્રી કાંબલ દેવી નામે હતી તેણે શ્રેથે મહાવીર સ્વામીની પ્રતિમા કરાવી જેણે વિજાપુરમાં સંઘની સાથે દેવીએ બંધાવાદિક કાર્યો કર્યા તે માનદેવને વંશ સાધુ પુરૂષને માન્ય છે.
વડોદરા.
વીર સં.૨૪૫૦
પ્રશસ્તિને અંગે વડેદરાથી પંડિત લાલચંદ ભગવાને
લખેલ પત્ર.
વડોદરા કાર્તિક વ. ૨ રાવ. અનેક ગુણલંકૃત યોગનિષ્ઠ કવિરાજ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં
વિજાપુર, વિ. વિ. આપને કૃપાપત્ર પહોંચે, વાંચી સમાચાર જાયા. આપે નામસ્મરણ માટે સૂચના કરી, તે આપની ઉત્તમતા સૂચવે છે. મારાથી બનશે તેટલી માહિતી મેળવી આપને સૂચના કરીશ.
અભયકુમાર ચરિત (ચન્દ્રતિલકે પાધ્યાયકૃત) હીરાલાલ હંસરાજ તરફથી છપાઈ બહાર પડેલ છે, પ્રાય: આપના સંગ્રહમાં પણ હશે. તેમાં ગ્રંથકારની પ્રશસ્તિ પછી પ્રાંતે ૪૮ વિવિધ છમાં ગ્રંથ લખાવનારની પ્રશસ્તિ કુમારકવિએ કરેલી છે, કે જે વિ. સં. ૧૩૨૮ પછી બનાવી હોય તેમ તેમાં આપેલી હકિકત ઉપરથી સમજાય છે. એ ચરિત્ર રચાયાને સં. ૧૩૧૨ છે. ચરિત્ર રચનાર અને ગ્રંથ લેખનની પ્રશસ્તિ રચનાર એ બન્ને જિનેશ્વર સૂરિના શિષ્ય હતા. આ તેજ જિનેશ્વર સૂરિ જણાય છે કેજેઓનું વીજાપુર પધારવું થયું હતું, એવું સંઘપુરના શિલાલેખથી સાબિત થાય છે, અને જેમના ગુણોનું વર્ણન ૧૦૯, ૧૧૦ અને ૧૧૧ એ લેકમાં એ શિલાલેખમાં જોવામાં આવે છે. (આ શિલાલેખ વિજાપુર વૃત્તાંતમાં આપે છપાવ્યો છે.)
પૂર્વોક્ત જિનેશ્વર સૂરિના ગુરુ જિનપતિસૂરિ કે જેમને સ્વર્ગવાસ સં. ૧૨૭૭ માં થયેલ હતું, એવું ખરતરગચ્છ પટ્ટાવલિ વિગેરે સાધનેથી આપણને માલુમ પડે છે. તે સૂરિને જન્મ
For Private And Personal Use Only