________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) વાડ પાસે અને શખુશા પીરની ઉત્તર દિશાએ લીંમડા પાસે શ્રી મહાવીર ભગવાનનું બાવન જિનાલયનું દેરાસર હતું તથા ગંજીના ખેતર લગભગમાં બીજું એક ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર હતું. અલાઉદ્દીનના સમયમાં બે દહેરાં તેડવામાં આવ્યાં. એમ કિંવદંતી છે. કેટલાક એમ કહે છે કે બાદશાહ અહમદશાહ તથા મહમદ બેગડાના વખતમાં તોડવામાં આવ્યાં. હિન્દુ મંદિરો પણ તેજ વખતમાં તુટેલાં હોય એમ જણાય છે. હિન્દુ તથા જૈન મંદિરના થાંભલા તથા કુંભીઓનાં કેટલાંક અવશેષે જૂની કચેરીના કેટમાં જણાય. છે. તથા શખુશા પીરની કબ્રની આસપાસની દિવાલમાં તથા કસાઈ ચોરાના બારણાના આગળ તથા મકરાણું દરવાજાના માળની પાસે તથા જસમા બીબીના રોઝા પાસે તથા પીંજારાની મજીદમાં વિગેરે ઠેકાણે કંઈ કંઈ માલુમ પડે છે. હાલનાં જૈન તથા હિંદ મંદિશ વિક્રમ સંવત ૧૮૫૦ ની સાલ પહેલાનાં નથી. જૂનું વિજાપુર જેમ જેમ તૂટવા લાગ્યું અને નવું વિજાપુર આબાદ થવા લાગ્યું તેમ તેમ હિંદુએ, જેને વગેરે નવા વિજાપુરમાં વસવા લાગ્યા. નવું વિજાપુર લગભગ વિક્રમ સંવત્ ૧૪૮૦માં મુસલમાનથી વસાવા લાગ્યું અને તે પછી હિંદુઓ વિક્રમ સંવત્ ૧૬૧૦ લગભગમાં ત્યાં આવવા લાગ્યા. વિક્રમ સંવત્ ૧૬૩૫ લગભગમાં ટેડરમલે નવા વિજાપુરનું બજાર કાઢયું. વિક્રમ સંવત ૧૭૧૦ લગભગના અરસામાં ભાટવાડો વચ્ચે તેથી વીસ વરસ પહેલાં ભાદાણુંવાડે વસ્યા હતા. જેને વિક્રમસંવત્ ૧૭૧૦ માં નવાવિજાપુરમાં વસવા આવ્યા. કેટલાક જેને વિક્રમ સંવત ૧૭૫૦-૬૦ માં પણ આવ્યા અને તેઓ મુસલમાનેનાં ઘરે વેચાતાં લઈ સાંથ વિગેરેમાં વસ્યા, અને સંવત ૧૭૧૦-૨૦ લગભગમાં નવા ઉપાશ્રય (નવા, વિજાપુરમાં) બંધાવા લાગ્યા.
વેરાવાસણ સંવત ૧૭૮૪ લગભગથી વસવા માંડયું તે પરા તરીકે વસ્યું હતું. વખત જતાં વસ્તી વધી, દોશીવાડા તથા શ્રીમા બીવાડે પણ તેજ અરસામાં વસ્યાં. જૂના વિજાપુરમાં દોશી લોકો પાંજરાપોળ પાસે રહેતા હતા તે પણ છેવટે અહીં આવી વસ્યા. નવી પાંજરાપોળની જગ્યાએ નાગનાં ઘર હતાં અને તે
For Private And Personal Use Only