________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩) ભાદાણીવાડાવાલા અચા બારેટે તળાવની આથમણી દિશાએ અથા કુ નામે મોટે કુવે બંધાવ્યું છે.
ઈડર રાજ તરફથી વિજાપુરના બારોટ હાથી ગિરધરને સં. ૧૮૫૯ માં અહમદનગરના રાજા કર્ણસિંહ તરફથી ગામ સાતાળ ઈનામમાં મળ્યું હતું. વિ. ૧૮૫૧ માં બારેટ ફતેહસિંહ તારાચંદને ઈડરના રાજા ગંભીરસિંહ તરફથી ચિત્રોડી ગામ ઈનામમાં મળ્યું હતું. ફતેહસિંગે લાડેલના રસ્તે ધર્માદી કિયાળી બંધાવી છે. બારેટ જરાકરણ મંગલજીને ઈડરના રાજાએ છાપી ગામ બક્ષીસ કર્યું હતું. બાયડના રાજા અમરસિંહ તરફથી વિ. ૧૮૬૫ માં બાપટ આમુખ મહેકમને એરટમા ગામ બક્ષીસ મળ્યું હતું, ઈડરના રાજા ગંભીરસિંહ તરફથી બારોટ વાસજી ગગલને કંઈ ગામ બક્ષી સમાં મળ્યું હતું. અહમદનગરના રાજા તરફથી બારેટ વહાલા ગગલને એણેલી ગામ બક્ષીસમાં મળ્યું હતું. ઈડર અને મોડાસા તરફથી બારેટ જેઠા કુલજીને વાસણું અને ગલસુદરૂં એ બે ગામ બક્ષીસમાં મળ્યાં હતાં. બારોટ અજુભાઈ જેઠાભાઈને મુનપર રાજ્ય તરફથી માલીગામ અને માલપુર રાળ તરફથી રાસાપુર ગામ બક્ષીસમાં મળ્યાં હતાં જે હજી કાયમ છે. બારોટ અજુભાઈ જેઠાભાઈએ દેહ ત્યાગે ત્યારે તેમની સ્ત્રી રતિબા તળાવ પર સતી થયાં હતાં. ઓગણમા સૈકામાં તળાવપર બે છત્રી છે તે પછી એક અજુબારોટની છત્રી છે અને એક રતિબોની છે. બારોટ જગુભાઈ ગિરધરભાઈને પાળના રાવજી તરફથી અધું અળસાંમડા ગામ બક્ષીસમાં મળ્યું છે તે હાલ કાયમ છે. ઈડર-અહમદનગર મોડાસા અને બાયડ તરફથી બારોટને મળેલા ઈનામી ગામને સં. ૧૯૫૯માં ઈડરના રાજા પ્રતાપસિંહે ખાલસા કર્યા છે.
ચિંતામણજીના દહેરા પાસે પડી ગયેલ હવેલી છે તે બારોટ માધુસિંહજીની હવેલી કહેવાય છે. તેઓ લક્ષાધિપતિ હતા. - વિજાપુરમાં બારોટ વિજેમાં હાલ વિદ્યમાન કવિ તરીકે બારોટ દેલતરામ મંગલજી છે. કવિ વ્રજલાલભાઈ રણછોડભાઈ, મંગલદાસ ચતુર્ભુજ, કવિ ઇશ્વરલાલ ગવર્ધન, કવિ રૂગનાથભાઈ
For Private And Personal Use Only