________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ફાર્બસ સાહેબે રાસમાળા લખી તેમાં ભગવાનદાસે સારી મદદ કરી હતી. દલપત કાવ્યના બીજા ભાગનાં પત્ર ૯૭–૯૮૯૯ સુધી પ્રશ્નોત્તર ગુજરી કાવ્ય છે તેમાં ભગવાનદાસનું નામ છે. ગવરમે. ન્ટ ઓફિસમાં તથા રાજારજવાડાઓમાં ભગવાનદાસને ખુરશીની બેઠકનું માન હતું. દલપત કાવ્ય સં. ૮ પત્ર ૯૯ માં આ હકીકત જણાવી છે, તે ઈડર રાજ્યના કવિ હતા. તેમને ઈડર નરેશ કેશરીસિંહ તરફથી ખુરશીનું માન તા. પ-૧૦-૧૮૯૫ માં એનાયત કરવામાં આવ્યું હતું. વિજાપુરમાં કાલિકાનું દેવળ બંધાવ્યું હતું તેમાં તેમણે દિવાનજી તથા કાલિકા વગેરેની સ્તુતિ કરી છે. એમના ચિરંજીવી મંગલજી ઈડર રાજ્યમાં રાજકવિ તરીકે હતા, મહારાજા જુવાનસિંહજી, કેસરીસિંહજી તથા પ્રતાપસિંહજી સુધી હયાત હતા તેમણે વ્રજભાષામાં કેશરીસિંહની કવિતાઓ કરી છે. તેમના પુત્ર કવિરાજ દોલતરામ છે. તે ગુજરાતી ભાષામાં તથા વ્રજભાષામાં કવિતા કરે છે. શ્રી સયાજીરાવ ગાયકવાડે કવિઓની યાદીમાં તેમની યાદી કરી છે. કેનેશન બાદશાહી દરબાર નામના પુસ્તકમાં તથા રત્નગ્રંથી વગેરેમાં તેમની કવિતાઓ છપાઈ છે.
બારેટ કવિ જેઠાભાઈ ખુશાલભાઇએ સારા પ્રભાવશાળી કવિ ગણાય છે. વિ. સં. ૧૯૪૧ માં તે ૪૧ વર્ષની ઉંમરે મરણ પામ્યા હતા. ગિરધરભાઈ સને ૧૮૭૯ માં જમ્યા હતા, અને વિ. સં. ૧૯૪૧ માં મરણ પામ્યા. બંને સારા રજભાષાના કવિ હતા અને તે બંનેની રાજા રજવાડા વિગેરેમાં મારી પ્રતિષ્ઠા હતી. સુથરામના રાણા પ્રતાપસિંહ તરફથી તે બંનેને ગામ તલાદરૂં વિ. સં. ૧૯૩૯ માં ઈનામમાં મળ્યું હતું અને હાથીના સિરપાવ સાથે સેનાનું કડું મળ્યું હતું. પહેલાં કોઈપણ માણસે રાજા રજવાડાઓમાં રાજાની પરવાનગી સિવાય કડું પહેરી શક્તા નહેાતા–ગિરધર કવિને તથા જેઠા કવિને માલપુરના રાવળ તરફથી ગણેશખાંટનું મુવાડું ઉર્ફે ખુવાચ્છરા સંવત્ ૧૯૨૩ માં બક્ષિસ કર્યું હતું. તેના વંશજો હજી સુધી ૧૬
For Private And Personal Use Only