________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦) શરૂ થયું. જેને વિજાપુર કલેલ લાઈન કહે છે. એક સ્ટેશન અને એક તારમાસ્તર ત્યાં રાખવામાં આવ્યા છે.
રેસ્ટ હાઉસ–સરકાર તરફથી સરકારી અમલદારોને ઉતરવા માટે સદરહુ મકાન વિ. સંવત્ ૧૬૮માં બાંધવામાં આવ્યું છે. સ્ટેશને જતાં સ્ટેશન નજીક આ મકાન છે.
પાલીસ લાઈન-સ્ટેશન તરફ જતાં અમદાવાદી ભાગોળે પિોલીસ કોને રહેવા સરકારી મકાન બાંધવામાં આવ્યું છે, ત્યાં કેજદાર વિગેરે રહે છે અને તે પોલીસ લાઈનની પાસે એક જકાતને માટે નાની ઓરડી છે. - લાઇબ્રેરી–વિજાપુરમાં સાર્વજનિક સરકારી લાઈબ્રેરી છે. તે સન ૧૯૧૩–૧૪ માં સ્થાપવામાં આવી. તેમાં પુસ્તક આશરે ત્રણ હજારના આશરે છે.
વિજાપુરમાં થઈ ગયેલા બારોટકવિ. [વિજાપુરમાં બારેટ કવિયો કે જેઓ વ્રજભાષામાં કવિતા કરતા હતા તેમાંના કેટલાક કવિઓની યાદી નીચે પ્રમાણે લખ વામાં આવે છે.]
કવિ બહેચર જશાજી–તેમને માલપુર રાજ્ય તરફથી પીપલાણું ગામ ઈનામમાં મળ્યું હતું. તે સારા કવિ હતા. તેમની કવિતાએ કેટલીક હજુ બારોટ કવિઓ ગાય છે.
કવિ બારોટ ડુંગર નાથજી-વિ. ઓગણીશમા સૈકાના અંતમાં થયા. તેમણે નિર્ગુણી તથા સગુણ કવિતાઓ લખી છે. તે રામસ્નેહી પંથના હતા. તેમની કવિતાની ચોપડી હાલ હયાત છે. બહદુ દેહન કાવ્યના પાંચમા ભાગમાં પત્ર ૭૬૯-૭૦ માં તેમની કવિતાઓ છપાઈ છે.
કવિ આરોટ ભગવાનદાસ લખાભાઇ–વિ. સં. ૧૯૧૯ માં તે મરણ પામ્યા હતા, તેમના પિતા લખાભાઈને ઈડરના રાજાએ વાડાલ ગામ ઈનામમાં આપ્યું હતું–મહીકાંઠા એજન્સીની દોસ્તી બંધાઈ તેમાં સોળમી રાજ ઠાકરેના જામીન થયા હતા.
For Private And Personal Use Only