________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮) લેખ વિ. સં. ૧૯૪૮ માં (તે કુંડ દટાઈ ગએલો પણ પાછો કાર તે વખતે) અમેએ તથા દેશાઈ ડાહ્યાભાઈ નથુભાઈએ વાંચ્યું હતું. પાછળથી તે લેખ ઘસાઈ ગયે છે. એક વિજલદેવ રાજાના વખતને લેખ હતું તે પણ ઘસાઈ ગયે છે. કુંડને ગામના લોકો ઉપયોગ કરે છે.
- સરકારી દવાખાનું–કચેરી પાસે બજારમાં સરકારી દવાખાનું સરકારના ખરચથી ચાલે છે. તેનું તથા દવા તથા પગારદારનું વાર્ષિક ખર્ચ આશરે રૂ ૩૦૦૦)નું છે. દવાખાનું વિક્રમસંવત્ ૧૯૩૦ લગભગમાં શરૂ થયું છે.
સરકારીચેરીએ–વહીવટદાર, મુનસફ, અને કેજદારની એમ અનુક્રમે ત્રણ કચેરીઓ છે. તે વિક્રમ સંવત ૧૯૪૮ માં બાંધવામાં આવેલી છે. પૂર્વે જ્યાં જૂની કચેરીઓ કે જે મરાઠાએના પહેલાં બાદશાહી વખતની હતી તે પાડી ત્યાં વિ. ૧૯૪૮ માં નવી કચેરીઓ બાંધી છે. (તેમાંથી ખોદતી વખતે જેનપ્રતિમા એક નીકળી હતી.) તેનું ખર્ચ આશરે નીચે પ્રમાણે છે. મુન્સફ કચેરીનું ખર્ચ રૂ. ૧૮૮૫૮) અને વહીવટદાર તથા ફેજદાર બે કચેરી ભેગી છે તેનું ખર્ચ રૂ. ૩૯૮૪૫)
સરકારી શાળાઓ-એક અંગ્રેજી શાળા સરકાર તરફથી વિ. સંવત ૧૯૬૬ લગભગમાં સ્થાપવામાં આવી. તે પહેલાં ગુજરાતી શાળાના અંગે એક અંગ્રેજી માસ્તર ઇંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ કરાવતા હતા. હાલ પાંચ ધરણે છે. સદરહ અંગ્રેજી નિશાળ શેઠ લલ્લુભાઈ ગીરધરલાલના બાપના નામથી ચાલે છે. કારણકે તેમણે વિક્રમ સંવત ૧૭૬-૭૭માં પાંચમું ધોરણ કાયમ કરવા માટે રૂ ૮૦૦૦)ની સખાવત કરી હતી. હાલની અંગ્રેજીશાળા પહેલાં જ્યાં ઢેડવાડો હતો ત્યાં બાંધવામાં આવી છે. તેનું ખર્ચ આશરે રૂ ૧૦૦૦૦) થયા છે, અંગ્રેજી શાળાના અંગે એક સરકારી કસરત માસ્તર છે અને સરકાર તરફથી કસરતના કેટલાંક સાધનો રાખવામાં આવ્યાં છે.
ગુજરાતી શાળા–ગુજરાતી શાળા ખાત્રી કુવા પાસે
For Private And Personal Use Only