________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭) ચુનીલાલ નરશીંહ મણીયારે પોતાના પિતાના સ્મરણાર્થે મુસાફરેને ઉતરવા માટે ધર્મશાળા બંધાવી છે. સ્ટેશનની નજીક હોવાથી આસપાસના ગામના મુસાફરોને રાતવાસો રહેવા માટે તેને સારે ઉપયોગ થાય છે,
મહે(મસે)શ્વર મહાદેવ—વિજાપુરથી એક ગાઉપર આગલેડ જતાં મસિયા મહાદેવનું દેવળ છે. ત્રણસેં વર્ષનું જૂનું છે. દેવળ પાસે બારોટ વાલા મહેકમે બંધાવેલી વાવ છે. પાસે ફરતી ધર્મશાળા છે. ગાયકવાડ સરકાર તરફથી દેવળ ખાતે વર્ષાસન અપાય છે. પહેલાં ત્યાં સારો બગીચે હતે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ત્યાં આજુબાજુના ગામના લોકોને મેળો ભરાય છે. ત્યાં બાવાઓ રહે છે. હાલમાં ત્યાં ગિરનારી નામને અતીત બાવો રહે છે.
વાવ, વાવડી-અમદાવાદની ભાગોળે વાવડી નામનું ક્ષેત્ર છે તેમાં વાવડી છે. હાલ જે ખુલે જણાય છે તે વાવને સાતમો કોઠો છે, એમ લેકે કહે છે. બાકીના કોઠા ઉત્તર દિશા તરફ છે; તે પૂરી દેવામાં આવ્યા છે, તે,–તે તરફના માર્ગને દેખતાં જણાય છે. ચુનીલાલ મણિયારની ધર્મશાળા પાસે એક આંબલી હતી ત્યાં સુધી વાવ લંબાતી હતી ત્યાં તે પૂરી દીધેલી છે. ત્યાં હાલ પત્થરની ચાટ પડેલી છે. સોલંકી રાજાઓ અગર વાઘેલાના વખતની તે વાવહતી એમ વૃદ્ધ સંપ્રદાયથી સંભળાય છે.
બીજી એક વિજલદેવ પરમારના વખતની વાવ હતી, જે વિજલદેવ પરમારે કરાવી હતી. પહાડાના રસ્તે શખુશા પીરના કબ્રસ્તાનથી દક્ષિણ દિશાનું ખેતર છે તે ખેતરમાં વાવ છે. અહીંના વૃદ્ધ જીવતા શેઠ સૂરજમલ્લ કહે છે કે મારી પત્તર વર્ષની ઉમરે તે જો ખેડી હતી ત્યારે ત્યાં વાવ હતી, એમ નજરે જોયું હતું પણ પાછી તે પૂરી દેવામાં આવી હતી. વિજલદેવ પરમાર રાજાની રાણીએ, તે વાવમાં સનાન કરતી હતી એમ વૃદ્ધ લેકે કહે છે, તેના પણ સાત કેઠા હતા.
કડ તળાવ-વિજાપુરની ઉગમણી દિશાએ એક મોટું તળાવ છે અને તેની વચ્ચોવચ્ચ એક પ્રાચીન કુંડ છે. તે રત્નાદિત્ય રાજા કે જે ચાવડા વંશને થયે તેણે બંધાવ્યું હતું એ કુડપર
For Private And Personal Use Only