________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ્યાએ ધર્મશાળા પડી ગઈ છે તે લહુડી પોશાળ ગચ્છના જેનેના તાબે છે. ઘાંચી કુંભાર ધોબી વગેરેમાં ઉગરી શ્રાવિકાએ પાખીઓ પળાવી હતી તે ઘણીખરી હાલ સુધી પળે છે. જૂની ડાઢોરોની ધર્મશાળાની જગ્યાએ હાલતે લોકોએ ઘરો બંધાવ્યાં છે.
રામબાગ-વિજાપુરથી ગામ ગવાડાના માળે રામબાગ પ્રસિદ્ધ છે. કેટલાક દશા પિરવાડ વૈષ્ણવ અને બારેટેની મદદથી રામબાગનું મંદિર કરવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૨૦-૨૫ લગભગમાં તૈયાર થયું છે. જૂનું મંદિર પાડીને વૈષ્ણએ નવું મંદિર રાધાકૃષ્ણનું બંધાવ્યું.વિ. ૧૯૬૮માં અને વિ.૧૯૭૮માં બીજું મંદિર કર્યું છે અને વૈષણવ દેશાઈઓએ ત્યાં રાધાકૃષ્ણની મૂર્તિ જુના મંદિરમાંથી લાવીને પધરાવી છે. રામબાગના મંદિર ખાતે આઠ દશ ખેતરે છે. ત્યાં પહેલાં વૈષ્ણવ સાધુ રહેતા હતા. વૈષ્ણવ સાધુ કૃષ્ણદાસજીએ તે મંદિર બંધાવવાને ઉપદેશ દીધું હતું. તેની પાસેનું ખેતર અમદાવાદના શેઠ હઠીસંગ કેશરીસિંગે વેચાતું લઈ મહાજન ખાતે મૂકયું છે. મહાજન તરફથી માળી વાવતે હતો પાછળથી તેણે માલીક બની અન્યને વેચી દીધું.
શંકરાચાર્યને મઠ–રામબાગની પાસે શંકરાચાર્યને વિશાળ મઠ છે. હાલ તેને વહીવટ બ્રાહ્મણ મગનલાલ ખુશાલ કરે છે.
ધર્મશાળાઓ જ્ઞાતિની ધર્મશાળાઓ--મકરાણી દરવાજા પાસે ભટ્ટ મેવાડા બ્રાહ્મણની ધર્મશાળા વિ. સં. ૧૯૨૦ લગભગમાં બંધાવવામાં આવી છે. પંડ્યા રૂગદેવે તે બંધાવી છે. તે મધ્યે એકલિંગજી મહાદેવનું દેવળ છે. તેમણે મેવાડા જ્ઞાતિને અર્પણ કર્યું છે.
ગોરાદેવીના કુવા પાસે શુકલ બ્રાહ્મણ વર્ગની ધર્મશાળા વિ. સં. ૧૯૪૦ લગભગમાં બંધાવેલી હતી પણ તે પડી ગઈ છે. શ્રીમાળીવાડામાં સુતારની વાડી છે. વેરાવાસણના નાકે હજામ વર્ગની નાતવાડી છે. તળાવથી આગળ જતાં દેવપરાના માર્ગમાં બાટાણી સતીની છત્રી છે. ત્યાં બારોટ હાથી ગિરધરની પાછળ તમની સ્ત્રી સતી થયાં હતાં.
મુસાફ માટે ધર્મશાળા–વિ. સં. ૧૯૬૦ માં શેઠ
For Private And Personal Use Only