________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) હાથીભાઈ મલુકચંદ, દેશી ભવાન મૂલચંદ, મલકચંદ. વીરચંદ વગેરેએ આગેવાનીભર્યો ભાગ લેઈ ખેડાંઢેરાની પાંજરાપોળ બંધાવી હતી. શેઠ ઉમેદચંદ ઝવેર કાંટાવાળાએ વિ. ૧૯૦૫ થી ૧૯૨૫ સુધી પાંજરાપોળને કારભાર કર્યો હતો. વિ. સં. ૧૯૨૫થી વિ. ૧૭૧ સુધી કેટડિયા શેઠ હાથીભાઈ વખતચંદે પાંજરાપોળનો કારભાર કર્યો હતો. વિ. સં. ૧૯૯૭માં દુષ્કાળ પડવાથી શેઠ મગનલાલ કંકચંદ તથા કેટડિયા મંગળભાઈએ આ લેખકની પાસે આવી મુંબઈ ટીપ કરવા સદુપદેશની પ્રાર્થના કરી હતી, તેથી ત્યાં લાલબાગમાં તથા ઝવેરી બજારમાં ફંડ એકઠું કર્યું હતું. તેમાંથી પાંજરાપોળમાં મકાન વિગેરેમાં સુધારો કરવામાં આવ્યા છે. સંવત ૧૯૭૧ થી તે સં. ૧૯૭૪ સુધી કેટડિયા મંગલભાઈ મગનલાલે પાંજરાપોળને વહીવટ કર્યો. પાંજરાપોળની જગ્યા અસલ એક દોશી જૈનની હતી. તેણે જગ્યા તથા રૂપિયા આપ્યા. અને શેઠ હાથીભાઈ મલકચંદ વગેરેએ બંધાવવા માંડી.
લાલ દરવાજાની પાસે સંગપુર મહુડીના રસ્તા પર પાંજરાપિળનું ભવ્ય મકાન છે. અંદર એક કુવો છે તથા મેટું ચોગાન છે. ચારે તરફ ફરતી પડાલીઓ છે. મંગળભાઈના મૃત્યુ પછી સં. ૧૯૭૪ ની સાલથી જેનમહાજન કમિટી નીમવામાં આવી છે તેના પ્રમુખ શા. કેશવલાલ ખુશાલદાસ છે. મહેતાજી તરીકે એક બ્રાહ્મણ પગારદાર છે. ખેડાં પશુઓ ગાયે, પંખીઓ, હરણીયાં, સસલાં વગેરેને સારી સહાય મળે છે દેશીવાડાના જેને મુખ્યત્વે કમિટી દ્વારા તેને વહીવટ કરે છે. નેકરેથી કામ લેવામાં આવે છે. પાંજરાપોળના અંગે ખેતરો તથા દુકાને જેનો તરફથી આપવામાં આવી છે. વહીવટ એકંદર સારી રીતે ચાલે છે.
જૂની ખેડાં ઢેરાની ધર્મશાળા–દેવરામ કાશીરામની હવેલીના સામી અઢારમા સૈકાની ખેડાં ઢોરોની ધર્મશાળા હતી. દશા પોરવાડ શ્રાવિકા ઉગરી ભંડારેણે અઢારમા સૈકામાં બોડાં ઢોરની ધર્મશાળા બંધાવી હતી. સંવત ૧૮૫૦ લગભગમાં વેરાવાસણમાં પેસતાં ડાબી તરફ જગ્યા પડેલી છે તે જગ્યામાં ઉગરી ભંડારેણ શ્રાવિકાએ ધર્મશાળા બંધાવી હતી. હાલ તે
For Private And Personal Use Only