________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪). શ્રાવિકા દિવાળી હેનને ચબુતરે–જૈન શ્રાવિકા દેશાયણ દિવાળીબાઈએ વેરાવાસણમાં ચબૂતરે કરાવ્યું છે તે પર નીચે પ્રમાણે લેખ છે. “દેશાઈ અમથાલાલ સાંકળચંદની વિધવા ઓરત દિવાળી બાઈએ એક ચબુતરો બંધાવી, કાયમ રકમ કબુતરાને અનાજ માટે આપી છે તે પાસે એક ઓરડો ચોપાડવાળે બંધાવી સાર્વજનિક ધર્માદા મૂક્યો છે.” દિવાળી બાઈએ જૈન વિદ્યાશાળામાં જૈન વિદ્યાર્થિઓને ભણાવવા મદદ કરી હતી. પાઠશાળામાં એક ઓરડો માલ સહિત બંધાવ્યું છે. ઈત્યાદિ અનેકધર્મકાર્યમાં સહાય કરી છે.
વેરાવાસણમાં પહેલાં દેશાઈઓનું જોર હતું અને તેઓ ઘણું સુખી હતા-વતનદાર હતા. હાલતે કેટલાક બ્રાહાણે વ્યાપારમાં વળગવાથી શેઠ લલ્લુભાઈ ગિરધર તથા વિઠ્ઠલભાઈ તથા પુરૂષોત્તમ લ
જારામ વગેરે ધનવંત થયા છે. શેઠ, લલુભાઈ ગિરધરભાઈ હાલ સરકારી જાહેર શુભ ખાતામાં ધનની મદત આપી સ્વનામની યા ચિરંજીવ કરે છે.
ચોટાને ચબુતરે–ચોટા વચ્ચેવચ્ચ ચબુતરે છે તે પર વિ. સં. ૧૮૯૮ને લેખ છે. તે મહાજને બંધાવ્યું છે. તેને મહાજન વહીવટ કરે છે. કબુતરેને દાણા નાખવા માટે તે બંધાવેલ છે. તેને કેઈ નુકશાન કરે તેને ગધેડે ગાળ પાળીયાપર લખી છે, હાલમાં તે પર દાણા નાખવાને માટે ચડવાની એક લેઢાની નિસરણી કરાવી છે. દોશી નથુભાઈ મંછાચંદ, મંછારામ લવજી વગેરે તેને વહીવટ કરતા હતા, તથા મંછારામ મૂલચંદ તેને વહીવટ કરતા હતા. હાલ માલીવાડાના આગેવાન જેને તેને વહીવટ કરે છે. ચબુતરાખાતે થોડા ઘણા રૂપીયા છે, હાલમાં અમારા ઉપદેશથી તેની મરામત કરાવવામાં આવી છે, વેરાવાસણમાં દીવાળીબાઈએ ચબુતરો કરાવ્યો છે સાથમાં પણ કબુતરને દાણું નંખાય છે, એ રીતે દોશીવાડાના લીમડે, પાંજરાપોળમાં, અને ભાટવાડામાં અનાજ નખાય છે તથા પાંજરાપોળમાં અને ભાટવાડામાં કુતરા માટે રોટલા નખાય છે.
ખાડાં ઢેરાની પાંજરાપોળ–વિ. સં. ૧૯૪૦ માં શેઠ
For Private And Personal Use Only