________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) બેઠક છે, ખાખચોકની પાસે એક અંબિકા માતાનું દેવળ છે. બારેટ ત્રિભુવન પ્રહાદજીએ વિ. ૧૯૪૮ માં બંધાવ્યું છે.
શામળાજીનું મંદિર–ભાટવાડામાં શામળાજીનું મંદિર છે. તે બારોટ લીલાભાઈ જેઠીદાસે વિ. સં. ૧૯૦૨ માં બંધાવ્યું છે.
મોરલીધરનું રાધાકૃષ્ણનું મંદિર અથવા (જાગાનું મંદિર )-બારેટ દાદર મહોબતસિંઘે ભાટવાડામાં આ મંદિર વિ. ૧૮૮૧ માં બંધાવ્યું. જેશી સદારામ નરસિંહે તેને સ્વખર્ચથી ઉદ્ધાર કર્યો છે. હાલ તે જેશી સદારામના તાબે છે.
દ્વારકાધીશનું મંદિર–ભાટવાડામાં બ્રાહમણ પ્રભુરામ જેઠારામ દવેએ વિ. સં. ૧૬૨ (પર?) માં દ્વારકાધીશની હવેલી બંધાવી તે તેમના તાબે છે.
મસીયાના માર્ગમાં અંબાજીનું મંદિર–બારોટ ભાઈબા ઘેમરસિંઘે આ મંદિર વિ. સં. ૧૯૨૫ લગભગમાં બંધાવ્યું. દેરી નાની છે અને તેની પાસે વડ છે. બહાર એટલો છે.
રામદેવજીનું મંદિર–કુંડવાળા તળાવ પાસે ભાટવાડાના આરા પાસે રામદેવજીની દેરી છે, અને એક ઓરડી છે તેમાં બાવો વગેરે આવીને ઉતરે છે. પાસે બાવાની ધુણીની પતરાંવાળી જગ્યા છે. તેમાં ગરીબ ફકીર સાધુ પડી રહે છે.
લાડેલના રસ્તા પર અંબાજીનું મંદિર–લાડોલના માર્ગ પર અંબાજીનું મંદિર છે. વિ. સં. ૧૮૯૦ માં નાની દેરી હતી. વિ. સં. ૧૯૨૦ લગભગમાં મોટું મંદિર બંધાવવામાં આવ્યું છે.
બારેટેને માટે ચે –વિ. સં. ૧૮૧૩ માં બારોટ ભણુજી અમરસિંઘે દરજીઓની પાસેથી જમીન વેચાતી લઈ બંધાવ્યું છે અને તે શમાવત, દેવાણી, શેરડી અને માત્ર એ ચાર વોળના બારેટને અર્પણ કર્યો છે. તેમાં બસેં–ત્રણસેં માણસે રહી શકે એમ છે. ત્યાં એક નેકર રહે છે, અને તે બારેટે તરફથી કુતરાં ખાતે ખેતરો મૂકાયલાં છે તેની વાર્ષિક ઉપજ ચારસેં રૂપૈયાની છે, તેમાંથી અનાજ લઈ રોટલા કરાવી કુતરાને નાખે છે. સાથને એટલો છે તેની દુકાને બનાવી બારોટો તફથી કુતરાં ખાત
For Private And Personal Use Only