________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨ ) આખકનું મંદિર આવેટ ભઈબા મરસીંઘે વિ. સં. ૧૯૭૦ ના જેઠ શદિ ૧૦ મે ખાખચોકના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. તેના નિભાવ માટે બીજા બારેતરફથી ખેતર અને ઝાડો અપણ કરવામાં આવેલાં છે. જેની વાર્ષિક પેદાશ આશરે રૂા. ૧૦૦૦) લગભગની છે. મંદિરમાં પૂજાને માટે બાવાઓ રાખેલા છે તેમાં વિદેશી યાત્રાળુઓ તથા નાગા બાવાઓ ઉતરે છે. ખાખ ચોકમાં મંદિર છે અને તેની પાસે ધર્મશાળા છે તેને ફરતે ચારે તરફ કેટ છે, તેમાં ઇશ્વરદાસજી નામના એક પ્રસિદ્ધ મહાત્મા ઉતરતા હતા અને તેમની સાથે ઘણું નાગા બાવાઓ આવતા હતા. બારોટ ભઈબા ઘેમરસગજી જસાજી બે લાખ રૂપી આના આસામી હતા, તેમને ઈડરના રાવ તરફથી ભેરૂડ તથા ડેમ એ બે ગામમાં પાંતી મળી હતી. જોધપુરના રાજા તરફથી બુડહીઉ તથા શીયાટ-બે ગામ બારોટ ભઈમાં ઘેમરજી તથા વાઘજી ઘમરજીને મળેલાં હતાં. બારોટ *વાઘજી ઘેમરમાં ત્રીકમજી વાઘજીનું કુટુંબ ગણાય છે. હાલ ત્રીકમજીના ચિ. રામપ્રતાય છે. તેમણે મહાટા મંદિસ્થી ઉગમણે રામાનુજકેટ કરાવ્યો છે તેમાં રામાનુજ પંથના એક સાધુ રહે છે. ત્રીકમજી વાઘજીનું કુટુંબ ત્રણ ચાર લાખ રૂપીઆનું આશામીવાળું ગણાય છે. તેમની જોધપુર રાજ્યમાં સરદાર પંક્તિમાં
* બારોટ વાઘસિંહ ઘેમરસિંઘ-વિ. સં. ૧૯૦૮ માં જોધપુરના મહારાજા તખતસિંહ બારોટ વાધસિહજીને જોધપુરના રાજયમાંનું સિયાટ અને બુટકિયા એ બે ગામ જાગીરીમાં આપ્યાં. અને તાછમી સરદારો તરીકેના પ્રતિષ્ઠા માન આપીને વાવસિંહજીને તેમના જનાનામાં પગે પહેરવાનું તેનું આપ્યું. નગારૂં નિશાન ચોપદાર પાલખી મહેર શિક્કો અને હાથીની બક્ષીસ આપી. જોધપુરમાં તેમનું મકાન લાખ રૂપિયાનું છે. તેમની બક્ષીસ વગેરે જોધપુરના રાજયમાં કાયમ છે. બારોટ વાઘજીના બે પુત્ર પૈકી મોટા બારોટ ત્રિકમસિંહજી અને બીજા પુત્ર બારોટ વ્રજલાલભાઈ છે. બારોટ ત્રિકમભાઈના પુત્ર મેટા રામપ્રતા૫ છે અને દામોદરભાઈ ગુજરી ગયા છે. દામોદરભાઇના બે પુત્ર છે. બારોટ વ્રજલાલભાઈના બે પુત્ર છે. મોટા પુત્ર બારેટ બાપુલાલ ભાઈ છે અને લઘુપુત્ર રઘુનાથ છે. આખું કુટુંબ દાતાર અને પ્રતિષ્ઠિત છે તથા ગામમાં મોભાદાર તરીકે ગણાય છે.
For Private And Personal Use Only