________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) રાધાકૃષ્ણનું મંદિર ( રામજી મંદિર )–વિ. સં. ૧૯૦૬ લગભગનું દેશીવાડામાં રાધાકૃષ્ણનું મંદિર બંધાવેલું છે. તેમાં કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ છે. ઝીલણી એકાદશી આવે છે ત્યારે ઠાકોરજીને ઉત્સવપૂર્વક ઝીલાવવા માટે વૈષણ લઈ જાય છે. સોનીએ તે મંદિરના મુખ્ય આગેવાને છે.
રણછોડજીનું મંદિર–બારોટ દામોદરદાસ મહાબતસીં ગજીએ વિક્રમ સંવત ૧૮૫૬ લગભગમાં ભાટવાડામાં હવેલીના આકારે બંધાવ્યું છે. તેમાં ચાર ભુજાવાળી કૃષ્ણની મૂર્તિ છે. મંદિર બંધાવવામાં આશરે રૂા. ૫૦૦૦ ) ખર્ચ થયા છે. તેની સારવારને માટે દશ બા૨ ખેતર તથા દશ બાર આંબા વગેરે શામળદાસના વંશવાળાઓએ મૂક્યા છે.
[બારેટ દામોદરદાસ મહોબતસિંઘ--નો જન્મ ૧૮૧૦ લગભગમાં થયે હતો. તેઓ વિદ્વાન હતા. તેઓ વૃજભાષામાં કવિતા સારી રીતે કરતા હતા. એમણે ઈડર રાજ્યમાં દીવાનગી રીનું કામ કર્યું હતું અને ઈડર રાજ્ય તરફથી તેમને સુરપૂર ના મનું ગામ બક્ષિસ મળ્યું હતું. તેમજ પાલખી તથા હાથી તેમને આપવામાં આવ્યું હતું. દામોદરદાસના પુત્ર મોહનલાલ વ્રજભા ષાના સારા કવિ હતા અને તેઓ અપુત્ર હોવાથી વિક્રમ સંવત ૧૭ ની સાલમાં ઈડર નરેશે તે ગામ ખાલસા કર્યું હતું. તે ગાયકવાડ સરકાર તરફથી વિજાપુર તાલુકાને ઈજારે પિતાને ઘેર લાવ્યા હતા. દામોદરદાસની હયાતીમાં ઈડરના રાજ તેમને ત્યાં આવતા હતા અને દશ પંદર દિવસ તેમને ત્યાં રહેતા હતા. તેવી તેમની જાહેરજલાલી હતી. દાદર મહાબતસિંગે માલસણના રસ્તે એક ગાઉ પર એક કુવે બંધાવ્યા છે તે મુસાફરોને પાછું પીવા માટે બંધાવ્યું છે. તેના નિભાવમાટે શેર રામશંકર વલભને ત્યાં બે ખેતર ધર્માદા મૂક્યાં છે તેની ઉપજમાંથી ઉન્હા. ળામાં પાણીની પરબ બેસાડવામાં આવે છે.]
ભાદાણિ ભાટવાળાનું મંદિર --શ્રી ચિંતામણિ પાશ્વ નાથજીના દહેરાસરની પાસે ભાદાણીવાળાનું મંદિર છે. તેમાં રામ
For Private And Personal Use Only