________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
દોલતરામ કવિના દાદા ભગવાનદાસજીએ વિઝુમા દ્વિવાનની તથા કાલીકાની કવિતા રચી છે તે અમને તેમણે બતાવી હતી.
વરાહસ્વરૂપનુ મદિર—શેઠ લલ્લુભાઇ કરમચંદના મંગલા પાસે, લાલ દરવાજાની લગેાલગ વરાહ સ્વરૂપની મૂર્તિનુ મદિર છે, એક મૂર્તિ માં વિષ્ણુના દશ અવતારાનું આલેખન છે. આરસપાષાણુની મૂર્તિ છે અને તે પૈસા વગેરેથી ખખડાવતાં ધાતુની પેઠે ખખડે છે, વિ. સં. ૧૮૬૦ લગભગમાં તે દેવળ નાનું બાંધવામાં આવ્યું હતું. પાછળથી જીણુ થવાથી વિ. સ. ૧૯૭૬ માં વડાદરા ગાયક્વાડના દિવાન શ્રીયુત મનુભાઈ તેમની માતાજી સાથે વિજા પુરમાં આવ્યા હતા, ત્યારે તેમણે સરકારના ખર્ચે નવું દેરૂં બાંધવા હુકમ આપ્યુંા હતા, તે પ્રમાણે હાલ બધાય છે. આ સાલમાં પ્રાય: પ્રતિષ્ઠા થશે. વરાહ સ્વરૂપના મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં કંસારા સાકરચંદ નથુભાઇ, માગેવાનોભો ભાગ લે છે.
મહાલક્ષ્મીનું દેવળ--લાલ દરવાજા પાસે શ્રીમાલીવાડામાં પ્રવેશતાં પ્રથમ જમણા હાથે પહેલાં મહાલક્ષ્મીમાતાની નાની દેરી હતી. વિ. સં. ૧૮૯૦ લગભગમાં તે નાની દેરી ખાંધી હતી. વિ. સ’, ૧૯૭૪ માં કંસારા શેઠ સાકરચંદ નથુભાઇ વગેરેએ ટીપ કરીને મધ્યમ ઘાટનું દેવળ અંધાવ્યું છે. માતાના મદિરના ફરતી પડાળીએ છે તે ધર્મશાળા તરીકે ખપમાં આવે છે. પહેલાં અંગ્રેજી શાળા ત્યાં બેસતી હતી. હાલ ત્યાં દુકાનેાની ગેાઠવણુ કરી છે. મંદિર ખાતે ખે ખેતર તથા એક દુકાન અને સરકાર તરફથી વાર્ષિક રૂા. ૩૨–૯–૦ વર્ષાસન મળે છે.
ખોડીયાર માતા—શ્રીમાલીવાડામાં-ખાડિયાર દેવીની મૂર્તિ છે. હિંદુઓએ એટલાપર તે મૂર્તિ બેસાડી છે.
સ્વામીનારાયણનું મંદિર—નવા કાશીપુરામાં સ્વામીના રાયણનું મંદિર છે. વિ. સ. ૧૯૨૫ લગભગમાં તે મનેલુ છે. ત્યાં સ્વામીનારાયણ પંથના સાધુએ ઉતરે છે. ત્યાં સ્વામીનારાયણુની ચિતરેલી મૂર્તિ છે. તેની આગળ તેમના ભકતા સાંજરે આરતી ઉતારે છે. સુતાર વર્ગના ઘણા લેાકેા તથા બીજી જાતના લેાકેા સ્વામીનારાયણના પથમાં છે,
For Private And Personal Use Only