________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૧૯૨૦ માં વસ્યું છે. મેણાવાડ અને સથવારાના પરાની જગ્યામાં પહેલાં જેને વગેરે શાહુકારની વસતિ હતી.
નીલકંઠ મહાદેવનું દેવળ-મકરાણી દવાજા પાસે ઠાકર ડાવાસમાં નીલકંઠ મહાદેવનું ઉગમણ દિશાનું મંદિર છે. મંદિરની આથમણી દિશાએ નાનકશાહના પંથને તકિયે છે. આ દેવળ વિ.સં. ૧૯૦૪ માં બનેલું જણાય છે. મહાદેવના પિઠિયા ઉપર નીચે પ્રમાણે લેખ છે. સમયાવલિના રેટ સોમનાથમા રૂપમારૂ તરી સં.
૭૭ ચૈત્ર સુદ ૪ સ્થાપના કરી છે. પિડિયે પાછળથી ૧૯૭૪ માં બનેલ છે. મહાદેવના મંદિરમાં પહેલાં કલબની સ્થાપના રાજ્યના સત્તાધિકારી વહીવટદાર વગેરેએ કરી હતી. તે પડાલી વગેરે જગ્યામાં હાલ શેઠ મગનલાલ કંકુચંદ તરફથી ચાલતી બોડીગના વિદ્યાથીઓ રહે છે અને ત્યાંજ તેઓનું રસોડું છે.
કાલિકામાતાનું મંદિર–ગાયકવાડ તરફથી નિમાયેલા કાઠિયાવાડ (૧૮૮૫) ના વિઠેબા દિવાનજીએ વિ. સં. ૧૮૮૫ માં કાશીપરાની દક્ષિણ દિશાએ તથા હાલની પાંજરાપોળની ઉત્તર દિશાએ કાલિકામાતાનું મંદિર બંધાવ્યું છે. દેવળમાં કાલિકાની મૂર્તિ છે. તેની દક્ષિણ બ્રાણ પૂજા કરે છે. નવરાત્રિમાં હિંદુ સ્ત્રીઓ ત્યાં ગરબા ગાય છે. મહુડીના રસ્તે જતાં પહેલું ખારા કવાનું ખેતર છે તેના કુવામાંથી અગર ખેતરમાંથી કાલિકાની મર્તિ તથા વરાહ સ્વરૂપની મૂર્તિ વિ. સં. ૧૮૫૦ લગભગમાં નીકળી હતી. દિવાનજીએ દેવળ બંધાવી તેમાં માતાજીની મૂર્તિ સ્થાપી. મેંણાવાડની પાસે એક શ્રી મહાવીર ભગવાનનું મોટું દેરાસર હતું. તે ખંડીએર થવાથી તે દેવળના ઘણાખરા પથરને માતાનું દેવળ બાંધવામાં ઉપયોગ કર્યો. શ્રી કેશરીયાજીના દેવળમાં પણ તે ખંડિએર મંદિરના પત્થરે ખપમાં આવ્યા. દેવળમાં રંગ મંડપ અને આગળ છુટી જગ્યા છે. વિશહજાર ઉપર રૂપિયા ખર્ચીને દેવળ બંધાવવામાં આવ્યું હોય એમ જણાય છે. સરકાર તરફથી વાર્ષિક વર્ષાસન રૂા. ૧૭૫ આશરે મળે છે. આ દેવળ પહેલા સયાજીરાવ ગાયકવાડના દિવાન વિડુબા હતા તેમણે ૧૮૮૫ માં બંધાવ્યું હતું.
For Private And Personal Use Only