________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨) આવ્યું છે, તેથી ભવિષ્યમાં દેરાસર સંબંધી ધર્મકાર્યના ખપમાં પણ આવી શકે. અમદાવાદવાળા શેઠ તરફથી દેશી લલ્લુભાઈ કાલીદાસ હાલ તેને વહીવટ કરે છે. હાલ તેને જીર્ણોદ્ધાર કરીને તેપર પતરાં નાંખવામાં આવ્યાં છે. તે મકાનને કોઈ ધામિક કાર્યમાં નિયત કરી તેની વ્યવસ્થા કરવાની જરૂર છે.
(૧૪) શ્રી ભગવાનવિજયજીને બંગલે–શ્રી દેવસૂરિ ગચછના ઉપાશ્રયમાં વિ. સં. ૧૯૦૫ સુધીમાં વિદ્યમાન શ્રી ભગવાન વિજ્યજી મહાપંડિત હતા. તે શ્રી નેમિસાગરજી મહારાજ ઉપર પણ અત્યંતધર્મપ્રેમ ધારણ કરતા હતા અને શ્રી નેમિસાગરજીને સંવેગીસાધુ શિરોમણિ તથા સાગર શાખામાં ક્રિાદ્ધારક ઉત્તમ મુનિતરીકે માનતા હતા. ભગવાન વિજયજી યતિ હતા. તેમને રહેવા માટે દેવસૂરિ ગચછના શ્રાવકેએ એક ઉપાશ્રયની જગ્યા બંધાવી આપી હતી, તેને ભગવાન વિજયજીનો બંગલે કહેવામાં આવે છે. ભગવાન વિજયજીના સમકાલીન શ્રી અણુસૂર ગચ્છના ઉપાશ્રયમાં પંડિત તીર્થવિજયજી વિદ્યમાન હતા. ભગવાન વિજયજીના નામના બંગલાને વહીવટ હાલ તપાગચ્છના શ્રીપૂજ્ય કરે છે અને શ્રાવકેની બેદરકારીથી હાલ તે શ્રીપૂજ્યના તાબામાં છે. તે જૈન ધર્મને ઉપાશ્રય છે, તેને આસવ કાર્યોથી દુરૂપયોગ ન થાય તે માટે ગચ્છવાળાએ લક્ષ્ય રાખવું અને ધર્મ વિના સાંસારિક કાર્યોમાં વપરાય એવી રીતે તે ન વેચાય તે સંબંધી સાવધાન રહેવું. (૧૫) શ્રી રઘુપૌષધશોના (લહુડી ગચ્છની પષધશાલા.)
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ભાટવાડામાં રામજી મંદિર પાસે છે, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરથી એક વિદ્યા પ્રમાણમાં દક્ષિણ તરફ રાજમાર્ગ સમુખ દ્વારવાળા શ્રી dg પૌષધશાના ઉપાશ્રય છે. લઘુષિધશાળા અને વડી પિષધશાલા થવાનું કારણ નીચે પ્રમાણે છે.
શ્રી મહાવીર પરમેશ્વરની પટ્ટ પરંપરાએ ચાલીશમી પાટે શ્રી મુનિચંદ્રસૂરિ થયા. તેમની એકતાલીસમી પાટે શ્રી અજિતદેવસૂરિ થયા. તેમના વખતમાં વિ. સં. ૧૨૦૪ માં વરતા
For Private And Personal Use Only