SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ) વિ. સં. ૧૮૫૫ માં દેશાઈ રંગજી અમરચંદે સિદ્ધાચલ યાત્રાને સંઘ કહાડ્યો હતે અને સિદ્ધાચલમાં આત્મ ભાવનામાં સ્થિર રહી તેમણે દેહને ત્યાગ કર્યો હતે. દેશાઈ પુરૂષોત્તમ જોઇતાદાસે ધાર્મિક પ્રકરણને સારે અભ્યાસ કર્યો હતે. વહસ્તે ધર્મગ્રને લખ્યા છે તે અમે દેખ્યા છે. વિજલદેવ પરમાર રાણાથી આરંભી ગુજરાતના તથા દિલીના બાદશાહ અને મરાઠા રાજ્યમાં પણ વિજાપુર તાલુકાની દેશાઈગીરી તેમના વંશજો કરતા હતા. વિ. સં. ૧૮૫૫ માં રંગજી અમરચંદ ગુજરી ગયા પછી જોઈતારામ છે વર્ષના હતા, ત્યારથી સનંદ પ્રમાણેનું તેમનું વતન બંધ પડયું. પશ્ચાત્ હળવે હળવે વર્ષોવર્ષ હક્કો નાબુદ થતા ગયા. તેવી રીતે દેશાઈ અમુલખ જમનાદાસને સંવત્ ૧૯૧૯ માં શ્રીમંત ખંડેરાવ મહારાજાએ છત્રી મસાલના માન માટે અને વતન માટે રકમ રૂ. ૨૩૬ આપવા દરસાલ હુકમ કર્યો હતો અને તે પ્રમાણે તેમના સંવત ૧૯૨૨ ની સાલમાં મરણ થયા પછી દેશાઈ દુર્લભરામ જમનાદાસ તથા મેહનલાલ જમનાદાસને સંવત્ ૧૯૨૪ સુધી તે વતન મળ્યું. પશ્ચાત્ વતન આશરે સંવત ૧૪૭ સુધી જતીમાં રહ્યું અને તે પછી કુટુંબના માણસોએ દરકાર નહીં કરવાથી બંધ થયું. દેશાઈ અમુલખદાસ સરકારના કામકાજમાં ઉપયોગી હતા. ઉપરાંત દેશાઈ વસ્તાદાસ પમજીના વખતનું ઉતરી આવેલું વતન હાલના તેમના વંશજો દેશાઈ છગનલાલ મેહનલાલ તથા દેશાઈ ચકુભાઈ દુર્લભદાસ વિગેરેને મળે છે. (૧૩) શેઠ છગનલાલ બહેચરનું ડહેલું-હાલમાં અમદાવાદવાળા લસણિયા અડકવાળા શેઠ વાડીલાલ વખતચંદની જૈનધર્મશાળા–શ્રી દેવસૂરિગચ્છની લગોલગ ઉત્તરદિશાએ ડહેલું હતું તેને અમદાવાદવાળા શેઠ વાડીલાલ વખતચંદે વેચાતું લીધું છે અને જૈન ધમીભાઈઓને ઉતારો કરવા વગેરે ધર્મકાર્યમાં ખપમાં આવે તે માટે રાખ્યું છે. એ માણસે માઈ શકે તેટલું મોટું છે. પહેલાં તેમાં શેઠ છગનલાલ બહેચર તથા શેઠ મોહનલાલ વખતચંદ બેસતા હતા. શેઠ છગનલાલના મરણ પછી હાલમાં તે વેચી દેવામાં આવ્યું છે. શ્રી મહાવીર પ્રભુના દેરાસરની ઉગમણે લગેલગ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy