________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) અમદાવાદમાં પાંજરાપોળના નામે ઓળખાતે એક ભવ્ય ઉપાશ્રય બંધાવ્યો છે. શ્રી નેમિસાગરજી ગુરૂની ભકિતથી એ બાંધવામાં આવ્યો છે. શેઠ હઠીસંગે જૈન તથા હિંદુ વગેરે સર્વ ગરીબ લેકને સહાય કરી હતી. “નામ રહંતા ઠકકરાં નાણાં નહીં રહેત” એ કહેવત પ્રમાણે તેમને કીર્તિમય અક્ષરદેહ હાલ જીવતે રહ્યો છે, હઠીભાઇની ધર્મશાળામાં નેમિસાગરજી વગેરે મુનિયેએ ચોમાસાં કર્યા છે, હઠીશંગ શેઠે ગાયકવાડની પાસેથી વિજાપુર તાલુકાને કેટલાંક વર્ષ સુધી ઈજારો રાખ્યો હતે. હરકેર શેઠાણીને વિજાપુરના ગારાદેવીના કુવાનું પાણુ માફક આવતું હતું. તેથી તે અમદાવાદથી મંગાવતા હતાં. શેઠ હઠીભાઈની પેઠે હેમાભાઈશઠે પણ ધર્મશાળાઓ બંધાવી હતી, અમદાવાદમાં હેમાભાઈ હાલ જાહેર છે. બન્ને દયાળુ દાતાર જૈન શેઠીઆએ થયા.
(૪) શ્રાવિકા ઉપાશ્રય–બાદરવાડી અને હકીશંગ ભાઈની ધર્મશાળા પાસે એક સાધ્વી અને શ્રાવિકાઓને ધર્મક્રિયા કરવા માટે ઉપાશ્રય બાંધવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૦૫ લગભાગમાં તે બંધાવેલ છે. હાલ પણ સાધ્વીઓ અને શ્રાવિકાઓ તેમાં પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓ કરે છે. હઠીસંગની ધર્મશાળા હાલ છે ત્યાં પૂર્વે ઉકરડાના ખાડા હતા. કારણકે ત્યાં સુરખા કણ બીએનાં ઘર હતાં. હાલમાં ત્યાંથી કણબીએ નીકળીને સંઘપુર જતાં વચમાં એક ગેવિંદપ વસાવીને ત્યાં રજા છે. તેથી દેશીવાડામાં કણબીઓની વસતિ નથી. અમારી બાલ્યાવસ્થામાં ત્યાં કણબીઓનાં ઘર હતાં તે નજરે દેખ્યાં હતાં. વિ. ૧૯૬૦ લગભગમાં ગોવિંદપરૂં વસ્યું. દેશીવાડામાં પહેલાં સંવેગી સાધુએ ઉતરતા હતા તેથી ત્યાં સાવીને ઉપાશ્રય પણ બનાવેલ છે.
(૫) સાવીને ઉપાશ્રય-સુતારવાડામાં શ્રી અરનાથ ના દેરાસરની સામે સાધ્વીને ઉપાશ્રય છે. વિ. સં. ૧૯૦૫ લગભગ નો અગર તે પૂર્વને પણ હોય એમ જણાય છે. ત્યાં જૈન સાધ્વી ઉતરે છે અને મારું કરે છે. ત્યાં શ્રાવિકાઓ પ્રતિકમણાદિ ધમ. ક્રિયાઓ કરે છે તેને વહીવટ સુતારવાડાના શ્રાવકો કરે છે.
For Private And Personal Use Only