________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું છે કે જેન અને જૈનેતરને જૈન ધર્મ સંબંધી ઘણાં પુસ્તક જવાના અભાવે રહી જતી અજ્ઞાનતા આ વિવેચન વાંચવાથી દૂર થાય.
પૂર્વે તથા જુદા જુદા સમયે, “વેતામ્બર-દિગમ્બર જેની માન્યતા, મતભેદ, જેનોની વસ્તિ, સ્થિતિ, જૈન સંખ્યા કેમ ઘટી, કેમ વધે, જેનશાસ્ત્રરચનારાઓની હૃદય વિશાળતા, ન્યાય પરાયણતા, જેન રાજાઓ વગેરે સંબંધી વિગતો છે. તથા જૈન ધર્મની-જેનતની અર્વાચીન જૈનેતરથી થયેલી પ્રશંસા સંબંધી ઉલ્લેખ કરી અજ્ઞાન કે અજાણપણે કેટલાક લેખક તરફથી થયેલી ટીકાઓનો વિવેકસર–વ્યાજબી જવાબ આપી તેઓની શંકાઓનું સમાધાન કર્યું છે. તથા બૌદ્ધધર્મ સંબંધી જાણવાયોગ્ય હકીકત સાથે તે ધર્મ અને જૈન ધર્મની ભિન્નતા સમજાવી આપી છે. છેવટે જેન તિર્થો સંબંધી લખી, જેનેને જૈન ધર્મના વિશેષ જ્ઞાન માટે, ધર્મક્રિયા અને પિતાની ફરજ બજાવવા માટે એગ્ય ઉપદેશ આપી–જેને એટલે જીતનારા (નહીં કે છતાયેલા) થવા સચોટ ઉપદેશ કર્યો છે.
પૃષ્ટ ૨૧૨ થી ૨૧૬ વિજાપુરમાં વૈદિક હિંદુ સંસ્કૃત પાઠશાળા ખોલવાના પ્રસંગે ગુરૂશ્રીએ હાજર રહી ભાષણ કરેલું તે પ્રગટ કર્યું છે. આ ભાષણમાં તેઓશ્રીનો સંસ્કૃત ભાષાના ઉદ્ધાર માટેનો પ્રેમ, હૃદયની વિશાળતા, અને જન્મભૂમિના ઉત્કર્ષની મનોભાવના તરી આવે છે.
પૃષ્ટ ૨૧૭ થી ગાયકવાડ સરકારના હાકેમો, ઇજારદારો, રાજ્યકર્તાઓ, વિજાપુર તાલુકાના ગામો ઔરંગજેબના સમયનું વિજાપુર, તે વખતના વિજાપુર તાલુકાનાં ગામોનાં નામો આપ્યાં છે અને પ્રાચીન ઇતિહાસની ઝાંખી થાય તે માટે જરૂર પુરતી ગુજરાતના અર્વાચીન ઈતિહાસના મથાળે વચલા સમયની હકીકત રજુ કરી છે. જેમાં ચાવડા, સોલંકો. વાઘેલ, મેગલ, મરાઠા, પેશ્વા વગેરે રાજ્યની ટુંક માહિતી અને બનાવો આપ્યા છે અને છેવટે ભારત ઐતિહાસિક પ્રકીર્ણક આપી મુખે યાદ રાખવા યોગ્ય હિંદુસ્થાન સંબંધી સાલવાર બનેલા બનાવે લખ્યા છે. જેમાં દક્ષિણ દેશના રાજાઓ અને ક્ષત્રપ, ગુપ્ત, મૌર્ય, વલભી, ચૌલુક્ય, રાષ્ટકટ, મૈત્રક, વગેરે રાજ્યવંશની હકીકતો આપી ગ્રન્થને પૂરો કર્યો છે.
સમયે સમયે સ્થાનનું, મનુષ્યોનું અને વસ્તુમાત્રનું પરિવર્તન કેટલું થાય છે તે આ ગ્રંથથી સહેજે સમજી શકાય છે. ખુદઆગ્રન્થમાં જે પુરૂષનું જીવનચરિત્ર આપ્યું છે તેઓનું મૂળ સ્થાન ક્યાં? જ્ઞાતિ-વંશકે? જેન ધર્મમાં ક્ષત્રિઓની મુખ્યતા,
For Private And Personal Use Only