________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અને વર્તમાન સમયની સંકુચિતતા સંબંધી ખ્યાલ કરવા યોગ્ય બાબત છે. જ્યાં ભિજમા અને જ્યાં વિજાપુર ? કેટલા ફેરફારો ? આ જાણવાનું સાધન શું ? તેની જરૂર છે કે કેમ એ પ્રશ્નો ઉપર વિવેચન કરતાં ઘણું પૃષ્ઠો ભરાય તેમ હોવાથી માત્ર એટલું જ કહેવું ઠીક જણાય છે કે તેવા ફેરફાર અને મૂળ સ્થિતિને જણાવનારી નોંધા, વહિવચાના નામે પ્રહરથ યતિઓ રાખતા હતા તે પ્રથા લગભગ નાબુદ થવા આવી છે તેના પુન્નરોદ્ધારની જરૂર છે.
| વિજાપુરની પ્રાચીનતા અને પ્રાચીન સમયમાં વિજાપુરમાં બનેલા બનાવે, થઈ ગયેલા આચાર્યો, વિદ્વાનો અને શ્રીમાનોની હકિકત ઉપરાંત ગ્રન્થ ગૌરવમાં નીચલી હકીકતોએ વધારે કર્યો છે.
(૧) ગ્રન્થકર્તાની જન્મભૂમિ અને નિવણસ્થાન (૨) ચારિત્ર નાયકની જન્મભૂમિ (૩) સહાયકનું સ્થાન (૪) શ્રીમંત ગાયકવાડ સર સયાજીરાવની હયાતિ અને સુવર્ણ જ્યુબીલીના સમયે ગ્રન્થનું પ્રગટ થવું.
(૪) વિજાપુરમાં તપાગચ્છની ઉત્પત્તિ અથવા સ્થાપના કયારે થઈ, ક્યા આચાર્યોએ કરી, કોણે ઉદ્ધાર કર્યો અને વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગચ્ચદ્રસૂરિને ચિત્તોડના રાજાએ તપાનું બિરૂદ કેમ આપ્યું, તથા હિરલા બિરૂદ કેમ મલ્યું.
(૫) વિજાપુર મધ્યે વર્તમાન સમયે એટલે છેલ્લા ત્રણ ચાર દશકામાં નીચે જણાવેલા મુનિરાજેએ પિતાને પાઃ સ્પર્શ કર્યો છે-સ્થિરતા કરી ગયા છે, ચાતુર્માસ કર્યા છે.
મુનિ શ્રી રવિસાગરજી, મુનિ શ્રી ભાવસાગરજી, મુનિ શ્રી સુખસાગરજી, આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી, આચાર્ય શ્રી અજીતસાગરજી, પન્યાસજી દયાવિમલજી, હીમતવિમળજી, અમૃતવિમળજી, સુમતિવિમળજી, સૌભાગ્યવિમળજી, મુક્તિ વિમળજી, રંગવિમળજી આચાર્ય શ્રી કમળવિજયજી, પન્યાસજી કમળવિજયજી, કેશરવિજયજી, દેવવિજયજી, મોહનવિજયજી (બે) મુનિશ્રી હંસવિજયજી, પન્યાસ સંતવિજયજી, પંન્યાસ લલિતવિજયજી, પંન્યાસ ગુલાબવિજયજી, આચાર્ય ધર્મવિજયજી, આચાર્ય નીતિવિજયજી, કરવિજયજી, હર્ષવિજયજી વગેરે.
(૬) ઉક્ત સમયમાં વિજાપુરના કેટલાક પુરૂષોએ સાધુપદ ગ્રહણ કર્યું છે. કલ્યાણવિજયજી (છગનલાલ) બુદ્ધિસાગરજી (બહેચરદાસ) દાનવિજયજી (ડાહ્યાભાઈ) વીરવિજયજી (વાડીલાલ) ગુણવિજય ઘેલાભાઈ) તિલક્સાગર (નાનાલાલ)
For Private And Personal Use Only